
જો તમારા ઘર કે ઓફિસમાં હજુ પણ લેન્ડલાઇન ફોનનો ઉપયોગ થઈ રહ્યો છે, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્ડિયા (TRAI) એ એક નવો પ્રસ્તાવ રજૂ કર્યો છે, જેના હેઠળ લેન્ડલાઈન નંબરોની ડાયલિંગ સિસ્ટમમાં ફેરફાર કરવામાં આવશે. આ યોજના મુજબ, હવે ફિક્સ્ડ લાઇનથી લોકલ કોલ કરવા માટે, સંપૂર્ણ 10-અંકનો નંબર ડાયલ કરવો પડશે, જેના કારણે લેન્ડલાઇન નંબરો પણ મોબાઇલ નંબર જેવા થઈ જશે.
નવી નંબરિંગ સિસ્ટમનો હેતુ
TRAI એ સરકારને STD કોડ સિસ્ટમ નાબૂદ કરવાનું સૂચન કર્યું છે જેથી બિનઉપયોગી ફોન નંબરો ખાલી કરી શકાય અને ઉપલબ્ધ સંસાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરી શકાય. નવી નંબરિંગ સિસ્ટમ રાજ્ય અથવા ટેલિકોમ સર્કલ સ્તરે લાગુ કરવામાં આવશે. આ અંતર્ગત, LSA (લાઇસન્સ્ડ સર્વિસ એરિયા) ધોરણે ફિક્સ્ડ-લાઇન સેવા માટે 10-અંકની નંબરિંગ યોજના લાગુ કરવાની ભલામણ કરવામાં આવી છે, જે ફોન નંબરોની અછતની સમસ્યાને હલ કરશે.