
WhatsApp Feature for iOS: WhatsApp પર એક પછી એક નવા ફીચર્સ આવતા રહે છે. આ સીરીઝમાં ફરી એકવાર કંપનીએ એક નવા ફીચર વિશે જાણકારી આપી છે. યૂઝર્સ ઘણા સમયથી આ ફીચરની રાહ જોઈ રહ્યા હતા, ત્યારબાદ આખરે લોકોની રાહ પૂરી થઈ. દર વખતની જેમ આ વખતે પણ WABetaInfo એ અપડેટ અંગે માહિતી આપી છે. ટૂંક સમયમાં કંપની તમામ યુઝર્સ માટે વોટ્સએપ પ્રોફાઈલ ફોટોના સ્ક્રીનશોટ બ્લોક કરશે.
આ ફીચર વોટ્સએપ બીટા એન્ડ્રોઈડ માટે પહેલાથી જ રોલઆઉટ કરવામાં આવ્યું છે, ત્યાર બાદ હવે તેને iOS માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યું છે. WABetaInfo એ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર સ્ક્રીનશોટ શેર કરવાની સાથે આ નવા ફીચર વિશે માહિતી આપી છે.