
અમેરિકાની એક ખાનગી કંપનીએ ચંદ્ર પર અવકાશયાન લેન્ડ કરીને ઈતિહાસ રચ્યો છે. આ પહેલીવાર છે જ્યારે કોઈ ખાનગી કંપનીનું અવકાશયાન ચંદ્ર પર ઉતર્યું છે. જોકે, આ અવકાશયાન ચંદ્રની સપાટી પર ઉતર્યા બાદ પલટી ગયું હતું. જેના કારણે ચિંતા વધી હતી. પરંતુ રાહતની વાત એ છે કે ઉલટું હોવા છતાં તે હજુ આંકડા આપી રહ્યું છે. સપાટી પર ઉતર્યા પછી ચંદ્રયાનને કઈ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો તે જાણો.
આ ખાનગી અમેરિકન સ્પેસક્રાફ્ટનું નામ ઓડીસિયસ છે. નાટકીય રીતે ઉતરાણ કર્યા બાદ તે ચંદ્રના દક્ષિણ ધ્રુવની નજીક લેન્ડ થયું હતું. પરંતુ ચંદ્રની સપાટી પર ઉતરતી વખતે અવકાશયાન પલટી ગયું અને ચંદ્રની સપાટી પર પડેલું છે. શુક્રવારે, કંપનીએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ કંટ્રોલર રોબોટ ડેટા અને સપાટીની છબીઓ ડાઉનલોડ કરવા પર કામ કરી રહ્યો છે.