
ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલુ છે. આ દરમિયાન ઈઝરાયેલ સામે તમામ ઈસ્લામિક દેશો એક થઈ ગયા છે. યુએનમાં પણ, ગાઝામાં યુદ્ધવિરામના પ્રસ્તાવને અમેરિકાએ વીટો કર્યા બાદ ઇસ્લામિક દેશો ગુસ્સે થયા હતા. પરંતુ આ બધાની વચ્ચે એક મુસ્લિમ દેશ ઈઝરાયેલના પક્ષમાં છે. જાણો તેની પાછળનું કારણ શું છે?
ઈઝરાયેલનો મિત્ર દેશ મુસ્લિમ દેશ અઝરબૈજાન છે. અઝરબૈજાન પોતે આર્મેનિયા સાથે યુદ્ધમાં ફસાયેલ છે. આ દરમિયાન અઝરબૈજાનથી તેલ આયાત કરતા દેશોની યાદીમાં ઈઝરાયેલ અગ્રેસર બની ગયું છે.
