Gujarat Lok Sabha Election Result 2024 : લોકસભા ચૂંટણી (Gujarat Elections Results) 2024ને લઈને મતગણતરી કરવામાં આવી રહી છે. ત્યારે ગાંધીનગરથી સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગાંધીનગર બેઠક (Gandhinagar Lok Sabha Election)પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ (Amit shah )ચૂંટણી લડી રહ્યા છે. ત્યારે હાલ 9 વાગ્યા સુધીમાં 2 રાઉન્ડની મતગણતરી થઈ ગઈ છે. આ બેઠક પર અમિત શાહને 2.68 મતોની વધુની લીડ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે, આ બેઠક ભાજપ માટે ગઢ ગણવામાં આવી રહ્યો છે.
2019 લોકસભા ચૂંટણીમાં 5,57,014 ની લીડથી જીત મેળવી હતી
જણાવી દઈએ કે, 2019 લોકસભા ચૂંટણીમાં પણ આ બેઠક પરથી કોંગ્રેસના સીજે ચાવડા સામે અમિત શાહે ચૂંટણી લડી હતી, જેમાં તેમને 43.38% એટલે કે 5,57,014 ની લીડથી જીત મેળવી હતી. હાલ આ ચૂંટણીમાં તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર સોનલ રમણભાઈ પટેલ ચૂંટણી લડી રહ્યા છે. મતગણતરીના શરૂઆતના વલણોમાં જ અમિત શાહ આગળ જોવા મળી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ બેઠક પરથી 2014માં લાલકૃષ્ણ અડવાણી પણ ચૂંટણી લડી ચૂક્યા છે. જેમને 4,83,121 મતોની લીડ સાથે ભવ્ય જીત મળી હતી. ગાંધીનગરથી કોગ્રેસના ઉમેદવાર સોનલ પટેલે પરિણામ પહેલા હાર સ્વીકારી છે,તેમનું કહેવુ છે કે ભાજપનો 10 લાખનો ટાર્ગેટ પુરો થશે.
ગાંધીનગર બેઠકનું રાજકીય ગણિત
ગાંધીનગર લોકસભા બેઠક પર કુલ 21.82 લાખ મતદારો છે. ગાંધીનગર લોકસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ સાત વિધાનસભા પૈકી કલોલમાં 65.09 ટકા, સાણંદમાં 64.76 ટકા, ઘાટલોડીયામાં 61.68 ટકા, વેજલપુરમાં 56.89 ટકા, નારણપુરામાં 55.75 ટકા, સાબરમતીમાં 56.75 ટકા અને ગાંધીનગર ઉત્તરમાં 57.44 ટકા મતદાન થયું છે. ગાંધીનગરમાં ગત 2019 લોકસભા ચૂંટણીની તુલનામાં આ વખતે મતદાનમાં 5.8 ટકાનો ઘટાડો થયો છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા પ્રધાન અમિત શાહની તુલનામાં સોનલ પટેલ પ્રમાણમાં નબળા ઉમેદવાર ગણાય છે. કોંગ્રેસનો પ્રચાર પણ ભાજપની તુલનામાં નબળો રહ્યો હતો.
પહેલા પોસ્ટલ બેલેટથી મતગણતરી
કુલ 8600 પોસ્ટલ બેલેટની થશે મત ગણતરી જેમાં 8695 મતદારોએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું હતું,ગાંધીનગર લોકસભાની બેઠકમાં પ્રથમ એક કલાક પોસ્ટલ બેલેટની થશે મતગણતરી. સોનલ પટેલ અનેક વર્ષથી કોંગ્રેસ સાથે જોડાયેલા છે. તેઓ અગાઉ કોંગ્રેસ મહિલા પ્રમુખનું પદ સંભાળી ચૂકયા છે. વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણી પણ તેઓ લડી ચુક્યા છે. તેમનું કાર્યક્ષેત્ર નારણપુરામાં રહેલુ છે. અત્યારે મહારાષ્ટ્રના પ્રભારી તરીકે સોનલ પટેલ કામ કરી રહ્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે.સોનલ પટેલ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત સામે કેટલી ટક્કર લઈ શકે તે ચૂંટણી પરિણામો જ બતાવશે.
મહારાષ્ટ્રના સહપ્રભારી છે સોનલ પટેલ
ગત લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે ગાંધીનગરથી સી.જે. ચાવડાને ટિકિટ આપી હતી. સીજે ચાવડા લોકસભા ચૂંટણી પહેલા જ ધારાસભ્ય તરીકે રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ ગયા હતા. સોનલ પટેલ પૂર્વ મહિલા કોંગ્રેસ અધ્યક્ષ રહી ચૂક્યા છે. સોનલ પટેલ હાલમાં કોંગ્રેસના રાષ્ટ્રીય સેક્રેટરી તરીકે કાર્યરત છે. સોનલ પટેલ આ ઉપરાંત અત્યારે મહારાષ્ટ્રના સહપ્રભારીની જવાબદારી નિભાવી રહ્યાં છે. કોંગ્રેસે ગાંધીનગર બેઠક પર સોનલ પટેલને ટિકિટ આપી છે.