Author: Garvi Gujarat

સિંહ, દીપડા અને વાઘ ધરાવતું એકમાત્ર રાજ્ય.૩૩ વર્ષ બાદ ગુજરાત ફરી એકવાર ટાઈગર સ્ટેટ બન્યું.અત્યાર સુધી ગુજરાત માત્ર એશિયાટિક સિંહો માટે જાણીતું હતું, પરંતુ હવે વાઘની હાજરીએ વન્યજીવ વૈવિધ્યમાં વધારો કર્યો છે.ગુજરાતના વન્યજીવ પ્રેમીઓ માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. લાંબી રાહ જાેયા બાદ નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA) દ્વારા ગુજરાતને અધિકૃત રીતે ‘ટાઈગર સ્ટેટ’નો દરજ્જાે આપવામાં આવ્યો છે. જી હા…આ સાથે જ ગુજરાત ભારતના વન્યજીવ નકશા પર એક અનોખું સ્થાન ધરાવતું રાજ્ય બની ગયું છે. આ જાહેરાત સાથે ગુજરાત ભારતનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે જ્યાં કુદરતી નિવાસ સ્થાનમાં સિંહ, દીપડો અને વાઘ ત્રણેય પ્રજાતિઓ એકસાથે અસ્તિત્વ ધરાવે…

Read More

કોર્ટનો આદેશ – વીમા કંપનીએ વળતર ચૂકવવું પડશે.ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી પણ ૩૦ દિવસ માન્ય.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા તેની સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થતી નથી.પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે એક મહત્વપૂર્ણ ર્નિણયમાં સ્પષ્ટતા કરી છે કે ડ્રાઇવિંગ લાયસન્સની માન્યતા તેની સમાપ્તિ તારીખ પછી સમાપ્ત થતી નથી. મોટર વાહન કાયદા હેઠળ લાયસન્સની સમાપ્તિ પછી પણ ૩૦ દિવસનો વૈધાનિક ગ્રેસ પીરિયડ આપવામાં આવે છે, જે દરમિયાન લાઇસન્સ માન્ય રહે છે. જાે આ સમયગાળા દરમિયાન કોઈ અકસ્માત થાય છે, તો વીમા કંપની ફક્ત એટલા માટે વળતરનો ઇનકાર કરી શકતી નથી કે લાયસન્સની સમાપ્તિ થઈ ગઈ છે.…

Read More

૭૦૦ કિલોમીટરની સ્પીડ ફક્ત બે સેકન્ડમાં.ચીને બનાવી વિશ્વની સૌથી ઝડપી ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમ.મેગ્લેવ ટીમ છેલ્લા એક દાયકાથી આ ટેક્નોલોજી પર કામ કરી રહી હતી : તેમણે ટેક્નિકલ અવરોધ દૂર કર્યાં.ચીને મેગ્લેવ ટેકનોલોજીમાં એક નવો વિશ્વ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. ચાઇના મીડિયા ગ્રુપના અહેવાલ મુજબ, એક ટન વજનના પરીક્ષણ વાહનને માત્ર બે સેકન્ડમાં ૭૦૦ કિલોમીટર પ્રતિ કલાકની અકલ્પનીય ગતિ આપીને આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી છે. આ પરીક્ષણ નેશનલ યુનિવર્સિટી ઓફ ડિફેન્સ ટેકનોલોજી (દ્ગેંડ્ઢ્)ની એક સંશોધન ટીમ દ્વારા ૪૦૦-મીટરના મેગ્નેટિક લેવિટેશન (મેગ્લેવ) ટેસ્ટ ટ્રેક પર કરવામાં આવ્યું હતું. આ સફળ પરીક્ષણ સાથે, ચીને સુપરકન્ડક્ટિંગ ઇલેક્ટ્રિક મેગ્લેવ સિસ્ટમમાં વિશ્વની સૌથી ઝડપી ગતિનો…

Read More

મધ્યમ વર્ગ માટે મોદી સરકારની મોટી યોજના.સરકાર SWAMIH-2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે.૧૫,૦૦૦ કરોડના ભંડોળના લોન્ચિંગથી આશરે ૧૦૦૦૦૦ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે.કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નવા વર્ષમાં મધ્યમ વર્ગને એક મહત્વપૂર્ણ ભેટ આપવા માટે તૈયાર છે. સરકાર SWAMIH-2 ફંડ માટે માળખાને અંતિમ સ્વરૂપ આપી રહી છે, જે ટૂંક સમયમાં અટકેલા હાઉસિંગ પ્રોજેક્ટ્સ માટે અંતિમ તબક્કાનું ભંડોળ પૂરું પાડવા માટે શરૂ કરવામાં આવશે. આ ૧૫,૦૦૦ કરોડના ભંડોળના લોન્ચિંગથી આશરે ૧૦૦૦૦૦ મધ્યમ વર્ગના ઘર ખરીદનારાઓને રાહત મળશે. આ એવી વ્યક્તિઓ છે, જેમના રોકાણો એપાર્ટમેન્ટ લોન પર ઈસ્ૈં ચૂકવવા છતાં અટકેલા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે નવા ફંડ…

Read More

તિરુવનંતપુરમમાં વી વી રાજેશને ૧૦૦માંથી ૫૧ વોટ.કેરળમાં ભાજપે રચ્યો ઈતિહાસ, પ્રથમવાર મેયર પદ કબજે કર્યું.ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે.કેરળના રાજકારણમાં શુક્રવારે એક નવો સૂર્યોદય થયો છે. દાયકાઓથી ડાબેરીઓ અને કોંગ્રેસના વર્ચસ્વવાળા આ રાજ્યમાં ભાજપે ઇતિહાસ રચી દીધો છે. ભાજપના વરિષ્ઠ નેતા વી.વી. રાજેશ કેરળની રાજધાની તિરુવનંતપુરમ નગર નિગમના પ્રથમ ભાજપના મેયર તરીકે ચૂંટાયા છે. શુક્રવારે સવારે યોજાયેલી મેયરની ચૂંટણીમાં ૪૫ વર્ષીય વી.વી. રાજેશને કુલ ૫૧ મતો મળ્યા હતા, જેની સાથે જ ૧૦૦ સભ્યોની હાજરીવાળા ગૃહમાં ભાજપે બહુમતી માટે જરૂરી આંકડો સફળતાપૂર્વક મેળવી લીધો હતો. આ ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને…

Read More

જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનેલા પીણાંને ચા કહેવું ગેરકાયદેસર.ચાની વ્યાખ્યા બદલાઈ; લીલી કે હર્બલ ચા હવે ચા નહીં કહેવાય.ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ આપ્યો આદેશ: ‘ચા’ નામનો ઉપયોગ કરશો નહીં.અરવલ્લીની વ્યાખ્યામાં ફેરફારને લઈને ચાલી રહેલા વિવાદ વચ્ચે, કેન્દ્ર સરકારે હવે ચાની વ્યાખ્યા બદલી છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (એફએસએસએઆઈ) એ સ્પષ્ટતા કરી છે કે ‘ચા’ ને ફક્ત કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી બનાવેલ ઉત્પાદન તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે. વધુમાં, એફએસએસએઆઈએ ફૂડ બિઝનેસ ઓપરેટરોને કડક ચેતવણી આપી છે કે કેમેલીયા સિનેન્સિસ પ્લાન્ટમાંથી ન બનેલા પીણાં જેવા કે જડીબુટ્ટીઓ અથવા ફૂલોમાંથી બનેલા પીણાંને ચા કહેવું ગેરકાયદેસર છે. આમ છતાં,…

Read More

નાતાલના દિવસે અનેક મુસાફરો ફસાયા.ઇન્ડિગોમાં ફરી વાર ધાંધિયાં ૬૭ ફ્લાઇટ્સ રદ કરાઈ.ખરાબ હવામાન અને સંચાલકીય મુશ્કેલીને કારણે ઉડાનો રદ કરાયાનો એરલાઈનનો દાવો કર્યો. દેશની સૌથી મોટી એરલાઇન ઇન્ડિગોના મુસાફરોની મુશ્કેલીઓનો અંત આવવાના કોઈ સંકેત દેખાતા નથી. ગુરુવારે ક્રિસમસના દિવસે કંપનીએ ઘણા એરપોર્ટ પર ૬૭થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી. અંદાજિત ખરાબ હવામાન અને સંચાલકીય કારણોસર આ ફ્લાઇટ્સ રદ કરાઈ હોવાનું કંપનીએ જણાવ્યું હતું.ઇન્ડિગોની વેબસાઇટ અનુસાર રદ કરાયેલી ૬૭માંથી માત્ર ચાર ફ્લાઇટ્સ સંચાલકીય કારણોસર રદ કરાઈ હતી. બાકીની ફ્લાઇટ્સ અંદાજિત ખરાબ હવામાનને કારણે પ્રભાવિત થઈ હતી. અગરતલા, ચંદીગઢ, દેહરાદૂન, વારાણસી, બેંગલુરુ સહિતના એરપોર્ટની ફ્લાઇટ્સ રદ કરાઈ હતી અને તેનાથી ઘણા મુસાફરો…

Read More

હયાત બ્રિજને રિપેર કરી મજબૂત બનાવાશે.સુભાષ બ્રિજની બંને બાજુ નવા બ્રિજ બનશે.આ કામગીરી માટે હયાત પિલરને માઇક્રો કોન્ક્રીટ દ્વારા જેકેટિંગ કરીને મજબૂત બનાવાશે, જેથી નવી રચનાને પૂરતો આધાર મળી રહે.હાલમાં જ બંધ કરાયેલા અમદાવાદના સુભાષ બ્રિજને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન (છસ્ઝ્ર) દ્વારા આજે ઐતિહાસિક જાહેરાત કરાઈ છે. તંત્રએ મધ્યમ માર્ગ કાઢતા ર્નિણય લીધો છે કે, હયાત બ્રિજને તોડી પાડવાને બદલે તેને રીપેર કરીને મજબૂત કરવામાં આવશે અને તેની બંને બાજુ બે-બે લેનના નવા બ્રિજ બનાવીને રસ્તાને વધુ પહોળો કરવામાં આવશે. કોર્પોરેશનની જાહેરાત મુજબ, અત્યારે જે સુભાષ બ્રિજ છે તેની બંને તરફ બે નવી લેન તૈયાર કરવામાં આવશે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા…

Read More

શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે.શિક્ષણ સમિતિના BLO શિક્ષકો ફેબ્રુઆરી સુધી શાળામાં શિક્ષણ માટે નહીં આવી શક.બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો વર્ગખંડના બદલે ફેબ્રુઆરી સુધી મતદાર યાદી સુધારણા માટે કામગીરી કરતા નજરે પડશે.ભારતીય ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ તારીખમાં ફેરફાર કરી નવો શિડ્યુલ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની આખરી તારીખ ૧૪ ફેબ્રુઆરી જાહેર કરવામાં આવી છે. જેના કારણે બી.એલ.ઓ તરીકે નિમણુંક પામેલા કર્મચારીઓને શિક્ષણની કામગીરીમાંથી છૂટછાટ આપવા માટે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. બી.એલ.ઓ.ની કામગીરીને અગ્રીમતા આપી હોવાથી હવે શિક્ષકો…

Read More

CPનો વેપારીઓ સાથે સંવાદ.ભદ્રમાં ટ્રાફિકની વ્યાપક ફરિયાદો બાદ પોલીસ કમિશનર એક્શન મોડમાં.લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે જાતે મુલાકાત લીધી હતી.અમદાવાદના હાર્દ સમાન ભદ્ર પ્લાઝા વિસ્તારમાં લાંબા સમયથી સતાવતી ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે પોલીસ કમિશનર જી.એસ. મલિકે આજે જાતે મુલાકાત લીધી હતી. ગુજરાત હાઈકોર્ટના કડક આદેશ બાદ પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુક્ત કામગીરી કરી રસ્તા પરના પાથરણાવાળાને દૂર કરવામાં આવ્યા છે. પોલીસ કમિશનરે સ્થળ પર જઈને નિરીક્ષણ કર્યું હતું કે પાથરણાવાળા હટ્યા બાદ હવે વાહન વ્યવહાર કેટલો સુગમ બન્યો છે. આ મુલાકાત દરમિયાન તેમણે સ્થાનિક વેપારીઓ સાથે પણ સંવાદ કર્યો હતો…

Read More