Ashadha Amavasya 2024: હિન્દૂ ધર્મમાં અમાસની તિથિ ખાસ મહત્વ ધરાવે છે. માનવામા આવે છે કે, આ દિવસે સ્નાન અને દાન કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેમજ અમાસના દિવસે પિતૃઓનું તર્પણ કરવું પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે, પિતૃઓ અમાસના દિવસે ધરતી પર પોતાના પરિજનોને જોવા માટે આવે છે. જેથી તેમની પણ પૂજા કરવી જોઈએ. હિન્દૂ કેલેન્ડર અનુસાર, 5 જુલાઈના રોજ અષાઢ અમાસ ઉજવવામાં આવશે. ત્યારે જો તમારા જીવનમાં ધન સંબંધિત સમસ્યાઓ છે કે તમે પિતૃદોષનો સામનો કરી રહ્યા છો, તો તમારે અષાઢ અમાસના દિવસે કેટલાક ઉપાયો કરવા જોઈએ. ત્યારે દિલ્હીના જ્યોતિષ આચાર્ય પંડિત આલોક પંડ્યા અમાસની તિથિ, મુહૂર્ત અને ખાસ ઉપાયો અંગે અહીં જાણકારી આપી રહ્યા છે.
અમાસની તિથિ અને મુહૂર્ત
હિન્દૂ પંચાંગ અનુસાર, અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની અમાસની તિથિની શરૂઆત 5 જુલાઈ, 2024ને શુક્રવારના રોજ સવારે 04:57 વાગ્યે થશે. તેમજ 6 જુલાઈ, 2024ને શનિવારના રોજ સવારે 04:26 વાગ્યે તેનું સમાપન થશે. ત્યારે ઉદયતિથી હોવાના કારણે અમાસ 5 જુલાઈએ ઉજવવામાં આવશે.
ધ્રુવ યોગ અને આર્દ્રા નક્ષત્રમાં છે અષાઢ અમાસ
આ અષાઢ અમાસ ધ્રુવ યોગ અને આર્દ્રા નક્ષત્રમાં છે. અષાઢ અમાસના દિવસે યોગ 6 જુલાઈના રોજ સવારથી 03:49 વાગ્યા સુધી છે, જ્યારે આર્દ્રા નક્ષત્ર 6 જુલાઈના રોજ સવારથી 04:06 વાગ્યા સુધી છે.
20 મિનિટ સુધી છે સર્વાર્થ સિદ્ધિ યોગ
અષાઢ અમાસના દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ રચાઈ રહ્યો છે, પરંતુ તેની રચના 6 જુલાઈએ થશે. સર્વાર્થ સિદ્ધિ યોગ 6 જુલાઈના રોજ સવારે 04:06થી સવારે 05:29 વાગ્યા સુધી છે. અમાસ તિથિ 6 જુલાઈના રોજ સવારે 04:26 સુધી છે. આમ આ યોગ 20 મિનિટનો છે. સર્વાર્થ સિદ્ધિ યોગમાં કરેલ કાર્ય સફળ થાય છે.
અષાઢ અમાસના ઉપાય
- જો તમે પિતૃદોષથી પીડિત છો, તો તમારે આ દિવસે જરૂરથી પિતૃઓનું તર્પણ કરવું જોઈએ.
- આ દિવસે કોઈ પવિત્ર નદી કે સરોવરમાં સ્નાન-ધ્યાન બાદ દક્ષિણ દિશામાં મુખ રાખીને કાળા તલ મિશ્રિત જળથી અર્ધ્ય આપો.
- અષાઢ અમાસના દિવસે તમારા પિતૃઓનું ધ્યાન ધરીને તમારાથી થયેલી ભૂલોની માફી માંગવી જોઈએ. આવું કરવાથી તમને સમસ્યાઓમાંથી મુક્તિ મળશે.
- આ દિવસે ગાય, કાગળો, કૂતરું, ચકલીને ખાવાનું આપો અને પાણીની વ્યવસ્થા કરો. આવું કરવાથી પિતૃઓ ખુશ થાય છે અને સમૃદ્ધિનો આશીર્વાદ આપે છે.
- જો તમે ધન સાથે સંબંધિત સમસ્યાનો સામનો કરી રહ્યા છો, તો લાલ કપડામાં અળસીના બીજ અને કપૂર બાંધીને ઉપર નાળાછેડી લપેટી લો. હવે તેને નદીમાં પ્રવાહિત કરી દો.