Gujarat News: દેશના જુદા જુદા ભાગોમાં ચોમાસાના વરસાદે તબાહી મચાવી છે. ગુજરાતના દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકામાં ભારે વરસાદને કારણે એક મકાન ધરાશાયી થયું છે. NDRFની ટીમ ઘટનાસ્થળે હાજર છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
વડોદરાના NDRF ઈન્સ્પેક્ટર બિપિન કુમારનું કહેવું છે કે ત્રણ માળની ઈમારત ધરાશાયી થવાની માહિતી મળતા જ NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. કાટમાળ નીચે બેથી ત્રણ લોકો ફસાયા હોવાની આશંકા છે. બચાવ કામગીરી ચાલી રહી છે.
#WATCH | Gujarat: Bipin Kumar, NDRF Inspector Vadodara says, "NDRF team immediately reached the spot after receiving the info of three-storey building collapse…Two to three people are feared trapped under the rubble…Rescue operation is underway…" https://t.co/ySKWwbnDQ9 pic.twitter.com/3mwKLnMexw
— ANI (@ANI) July 23, 2024