કેરળના નાણાં પ્રધાન કે એન બાલગોપાલે સોમવારે વિધાનસભામાં નાણાકીય વર્ષ 2024-25 માટે રાજ્યનું બજેટ રજૂ કર્યું. તેમના બજેટ ભાષણમાં બાલગોપાલે કહ્યું હતું કે રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષમાં 3 લાખ કરોડ રૂપિયાનું રોકાણ લાવવાની યોજના ધરાવે છે. તેમણે કહ્યું કે કેરળ દેશમાં અગ્રેસર રહ્યું છે અને સતત આગળ વધી રહ્યું છે.
મંત્રીએ દક્ષિણ રાજ્યની નાણાકીય સમસ્યાઓ માટે કેન્દ્રની આર્થિક નીતિઓ અને કેરળની કથિત ઉપેક્ષાને પણ જવાબદાર ઠેરવી હતી.
કેરળના નાણા પ્રધાન કેએન બાલગોપાલે રાજ્યની વિધાનસભામાં બજેટ રજૂ કરતી વખતે જણાવ્યું હતું કે, “કેરળ એક મોટા પગલા માટે કેટલાક આઉટ-ઓફ-ધ-બોક્સ કાર્યક્રમો લાવવાની યોજના બનાવી રહ્યું છે. અમે રૂ. 3 લાખ કરોડના રોકાણને આકર્ષવા માટે વિચારી રહ્યા છીએ.” અમે આશાવાદી છીએ. અમે વચગાળાના પેકેજની સાથે સાથે લાંબા ગાળાના પેકેજની જાહેરાત કરી છે. પ્રવાસન, વિઝિંજમ બંદર, કોચી બંદર અને કોચી ઇન્ડસ્ટ્રિયલ કોરિડોર જેવા ઝડપથી વિકસતા ક્ષેત્રોને પ્રાથમિકતા આપવામાં આવશે….”