America: કોલકાતાના ભરતનાટ્યમ અને કુચુપુડી ડાન્સર અમરનાથ ઘોષની અમેરિકામાં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી બહુનું પાત્ર ભજવનાર પ્રખ્યાત અભિનેત્રી દેવોલિના ભટ્ટાચારીએ x (અગાઉ ટ્વિટર) પર આ માહિતી આપી છે અને વિદેશ મંત્રી જયશંકર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસે આ મામલે તપાસની માંગ કરી છે.
ભારતના કોન્સ્યુલેટ જનરલે અમરનાથ ઘોષની હત્યા પર શોક વ્યક્ત કર્યો હતો અમે ફોરેન્સિક, પોલીસ સાથે તપાસ કરી રહ્યા છીએ અને સહાય પૂરી પાડવા માટે અમારા શ્રેષ્ઠ પ્રયાસો કરી રહ્યા છીએ.
કેવી રીતે થઈ હત્યા?
ભટ્ટાચારજીના જણાવ્યા અનુસાર, 27 ફેબ્રુઆરીની સાંજે સેન્ટ લુઇસ, મિઝોરીમાં અમરનાથ ઘોષની હત્યા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ઘોષ સેન્ટ લુઈસની વોશિંગ્ટન યુનિવર્સિટીમાંથી ડાન્સમાં માસ્ટર ઓફ ફાઈન આર્ટ્સ (MFA)નો અભ્યાસ કરી રહ્યા હતા. ભટ્ટાચારીએ જણાવ્યું કે તેઓ સાંજે ફરવા નીકળ્યા હતા ત્યારે એક અજાણ્યા હુમલાખોરે તેમના પર ગોળીબાર કર્યો.
ઘોષના કોઈ માતા-પિતા નહોતા
ભટ્ટાચારીની ટ્વીટ અનુસાર, ઘોષના માતા-પિતાનું અવસાન થયું હતું. આરોપીઓ વિશે હજુ સુધી કંઈ બહાર આવ્યું નથી. કેટલાક મિત્રો સિવાય ઘોષનો કોઈ પરિવાર નથી. મિત્રોએ ઘોષના મૃતદેહને ભારત પરત લાવવાની અપીલ કરી છે. પરંતુ, હજુ સુધી આ અંગે કોઈ અપડેટ પ્રાપ્ત થયું નથી.