
BCCI દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી.શ્રેયસ ઐયરને ભારત-A ના કેપ્ટન તરીકે નિયુક્ત કરાયો.વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટનની જવાબદારી.ભારતીય ક્રિકેટ બોર્ડે એક મોટી જાહેરાત કરી છે.
શ્રેયસ ઐયરને આ મહિને ઓસ્ટ્રેલિયા છ સામેની મલ્ટી-ડે મેચો માટે ભારત છના કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. BCC ૧૫ સભ્યોની ટીમની જાહેરાત કરી, જેમાં યુવા વિકેટકીપર બેટ્સમેન ધ્રુવ જુરેલને વાઈસ-કેપ્ટન બનાવવામાં આવ્યો છે. સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ બીજી મેચ માટે ટીમમાં જાેડાશે. ૯ સપ્ટેમ્બરથી યુએઈમાં શરૂ થઈ રહેલા એશિયા કપ માટે શ્રેયસ ઐયરને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું નથી. ભારતીય ટીમ માટે શ્રેયસ ઐયરને સતત અવગણવામાં આવી રહ્યો છે. જૂન-જુલાઈમાં રમાયેલી ભારત-ઇંગ્લેન્ડ ટેસ્ટ શ્રેણી માટે તેને ટીમમાં સ્થાન મળ્યું નથી. એટલું જ નહીં, સફેદ બોલ ક્રિકેટમાં સતત સારું પ્રદર્શન કરવા છતાં આ સ્ટાર બેટ્સમેનને આગામી એશિયા કપ માટે ટીમમાં પણ પસંદ કરવામાં આવ્યો નહોતો. પસંદગીકારોના આ ર્નિણયની પણ ઘણી ટીકા થઈ હતી. જાેકે, હવે તેને ઓસ્ટ્રેલિયા-છ સામે બે મલ્ટી-ડે મેચ માટે ઇન્ડિયા-છનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.
ભારત-છ ટીમ : શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિમન્યુ ઈશ્વરન, નારાયણ જગદીસન (વિકેટકીપર), સાઈ સુદર્શન, ધ્રુવ જુરેલ (વાઈસ-કેપ્ટન અને વિકેટકીપર), દેવદત્ત પડિકલ, હર્ષ દુબે, આયુષ બદોની, નીતિશ કુમાર રેડ્ડી, તનુષ કોટિયન, પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનૂર બ્રાર, ખલીલ અહેમદ, માનવ સુથાર, યશ ઠાકુર.
ઓસ્ટ્રેલિયા-એ અને ઈન્ડિયા-એ વચ્ચેની મેચનું શેડ્યૂલ
પહેલી ૪-દિવસીય મેચ: ૧૬મીથી ૧૯મી સપ્ટેમ્બર સુધી લખનઉમાં રમાશે.
બીજી ૪-દિવસીય મેચ: ૨૩મીથી ૨૬મી સપ્ટેમ્બર સુધી લખનઉમાં રમાશે.
પહેલી ODI : ૩૦મી સપ્ટેમ્બરે કાનપુરમાં રમાશે.
બીજી ODI : ત્રીજી ઓક્ટોબર કાનપુરમાં રમાશે.
ત્રીજી ODI : પાંચમી ઓક્ટોબરે કાનપુરમાં રમાશે.




