
ટૂંક સમયમાં મેટ્રોનો પણ થશે સમાવેશ.AMTS અને BRTS માં હવે એક જ ટિકિટ ચાલશે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે AMC એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરની પરિવહન વ્યવસ્થાને લઈને એક ક્રાંતિકારી ર્નિણય લેવામાં આવ્યો છે. હવે અમદાવાદીઓએ AMTS અને BRTS માં મુસાફરી કરવા માટે અલગ-અલગ ટિકિટ લેવાની પળોજણમાંથી મુક્તિ મળશે. છસ્ઝ્રની સ્ટેન્ડિંગ કમિટીએ ‘સિંગલ ટિકિટ વિન્ડો સિસ્ટમ‘ને મંજૂરી આપી દીધી છે, જેનાથી લાખો મુસાફરોનો સમય અને શક્તિ બચશે.આ પ્રોજેક્ટને સાકાર કરવા માટે છસ્ઝ્ર એ એક ખાનગી કંપનીને જવાબદારી સોંપી છે. આ આધુનિક સિસ્ટમ ઊભી કરવા પાછળ અંદાજે રૂપિયા ૪૭૨ કરોડનો ખર્ચ કરવામાં આવશે. જે નવી પદ્ધતિ સંપૂર્ણપણે અમલમાં આવતા અંદાજે ૧૨ મહિના જેટલો સમય લાગશે. ખાનગી કંપનીને ૧૧ વર્ષ માટે આ પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે.
અમદાવાદ શહેરમાં જાહેર પરિવહનનો ઉપયોગ કરતા લોકો માટે આ પ્રોજેક્ટ ગેમ-ચેન્જર સાબિત થશે. સ્ટેન્ડિંગ કમિટીના ર્નિણય મુજબ હવેથી ઇન્ટિગ્રેટેડ ટિકિટિંગ એટલે કે એક જ ટિકિટ દ્વારા મુસાફર AMTS અને BRTS બંનેમાં મુસાફરી કરી શકશે. અને આ પ્રોજેક્ટના આગામી તબક્કામાં આ સિસ્ટમમાં મેટ્રો ટ્રેનની ટિકિટને પણ જાેડી દેવામાં આવશે, જેથી આખા શહેરમાં એક જ કાર્ડ કે ટિકિટથી મુસાફરી શક્ય બનશે.
સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય મુસાફરોને સીમલેસ (અડચણ વગરની) મુસાફરી પૂરી પાડવાનો અને શહેરના ટ્રાફિક ભારણને ઘટાડવાનો છે. AMC ના આ ર્નિણયથી મેનપાવરમાં ઘટાડો થશે. ઓટોમેટેડ અને ડિજિટલ ટિકિટિંગને કારણે મેનપાવરની જરૂરિયાત ઓછી થશે, જે તંત્ર માટે આર્થિક રીતે ફાયદાકારક રહેશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા જ કોર્પોરેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન પાસની સુવિધાની જાહેરાત કરવામાં આવી હતી. હવે સામાન્ય નાગરિકો અને નોકરીયાત વર્ગ માટે સિંગલ ટિકિટ સિસ્ટમની જાહેરાત કરીને અમદાવાદીઓને મોટી રાહત આપવામાં આવી છે. આ ર્નિણયથી ટિકિટ બારીઓ પર લાગતી લાંબી કતારો ઘટશે અને ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન મળશે.




