
રકુલ પ્રીત બાંદ્રામાં રહે છે પ્રદૂષણ ઘટાડવા રકુલનું સૂચન, રોડ સારા હોય તો લોકો સાઈકલ ચલાવશે મુંબઈ શહેરમાં સતત નવા મકાનો-ઈમારતો બનતા રહે છે અને તેના કારણે ધૂળ ઊડવાનું સામાન્ય છે
પ્રદૂષણની સમસ્યા સમગ્ર દેશમાં વકરી રહી છે. દિલ્હીમાં તો એર ક્વોલિટી ઈન્ડેક્સ કથળી જતાં વાહનચાલકો માટે આકરા નિયમો લાદવામાં આવ્યા છે. મુંબઈવાસીઓને પણ પ્રદૂષણની સમસ્યા કનડી રહી છે અને મુંબઈ કોર્પાેરેશને એર ક્વોલિટી ઈન્ડેક્સ ચકાસવા નવા માપદંડો લાગુ કર્યા છે. હવાની ગુણવત્તા બગાડવામાં વાહનોનો મોટો ફાળો છે ત્યારે રકુલપ્રીત સિંહે સાઈકલ ચલાવી પ્રદૂષણ ઘટાડવાની ઈચ્છા વ્યક્ત કરી છે. આ સાથે રકુલે તંત્રને સૂચન કર્યું છે કે, રોડ-રસ્તા સારા હશે તો તેના જેવા અનેક લોકો સાઈકલ વધારે ચલાવશે મુંબઈ શહેરમાં સતત નવા મકાનો-ઈમારતો બનતા રહે છે અને તેના કારણે ધૂળ ઊડવાનું સામાન્ય છે. રકુલ પ્રીત બાંદ્રામાં રહે છે. તેણે કહ્યું હતું કે, રસ્તા પર ચાલતા કામ અને ઈમારતોના નિર્માણને આપણે અટકાવી શકીએ નથી, પરંતુ આદતોમાં અને જીવનશૈલીમા થોડો સુધારે કરી પર્યાવરણને સ્વચ્છ રાખવામાં મદદરૂપ બની શકાય છે.
દરેક વ્યક્તિએ પર્યાવરણને મદદરૂપ બનવા પોતાની રીતે પ્રયાસ કરો જાેઈએ. આપણે બધા કાર ચલાવીએ છીએ અને તેનાથી પ્રદૂષણ થાય છે.રકુલના મતે કાર કે ઈંધણ ચાલિત વાહનો પડતા મૂકીને દરેકે સાઈકલ ચલાવવી જાેઈએ. જાે કે તેના માટે માળખાકીય સુવિધાઓ હોવી જાેઈએ. મુંબઈના રસ્તાઓ સાઈકલ સવારો માટે અનુકૂળ હોત તો તે પોતે પણ સાઈકલ વધારે ચલાવવાનું પસંદ કરત. રકુલે મુંબઈ સંદર્ભે આપેલું આ સૂચન દરેક શહેરને લાગુ પડે છે. શહેરોમાં સાઈકલ સવારોને અનુકૂળ હોય તેવ રસ્તા બનાવવામાં આવે તો વધારેમાં વધારે લોકો સાઈકલ ચલાવવાનું પસંદ કરશે અને તેનાથી પ્રદૂષણમાં ઘટાડો કરી શકાશે.




