
મોહિત સુરીએ થિએટરમાં ફિલ્મ ન જાેતાં મેકર્સ વિશે ફરિયાદ કરી.તમે થિએટરમાં ફિલ્મ જાેતા નથી અને દર્શકો થિએટરમાં નહીં જવાનાં રોદણાં રડો છો : મોહિત.મોહિત સુરી ડિરેક્ટર્સ રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહ્યા હતા, જેમાં તેમની સાથે ડોમિનિક અર્જૂન, રાહુલ રવિન્દ્રન વિગેરે પણ જાેડાયાં હતાં.‘સૈયારા’ના ડિરેક્ટર મોહિત સુરી એક જેવંુ હોય એવું સ્પષ્ટ કહી દેનારા વ્યક્તિ છે, તાજેતરમાં જ એક રાઉન્ડ ટેબલ ચર્ચામાં તેમણે હાજરી આપી હતી અને ૨૦૨૫ના સિનેમા વિશે ચર્ચા કરી હતી. જેમાં તેમણે એવા ફિલ્મ મેકર્સ વિશે ફરિયાદ કરી હતી, જેઓ પોતે થિએટરમાં ફિલ્મ જાેવા જતા નથી અને પછી દર્શકો થિએટરમાં ફિલ્મ જાેવા ન જતા હોવાનાં રોદણાં રડે છે.મોહિત સુરી ડિરેક્ટર્સ રાઉન્ડ ટેબલ ચર્ચામાં હાજર રહ્યા હતા, જેમાં તેમની સાથે ડોમિનિક અર્જૂન, નીરજ ઘેવાન, રીમા કાગતી, રોહન કાનવડે અને રાહુલ રવિન્દ્રન પણ જાેડાયાં હતાં.
જેમાં તેમને છેલ્લે થિએટરમાં જાેયેલી અને જાદુ જેવી લાગેલી એક ફિલ્મ વિશે પ્રશ્ન પુછાયો હતો. ત્યારે રોહન કાનવડેએ જવાબમાં સિનર્સ ફિલ્મનું નામ લીધું હતું. જેમાં આશ્ચર્ય સાથે મોહિતે કહ્યું કે તેણે છેલ્લે આ જ ફિલ્મ જાેઈ હતી. તેમાં રોહને જવાબ આપ્યો હતો કે તેની પાસે થિએટરમાં ફિલ્મ જાેવાનો સમય જ નથી. ત્યારે આશ્ચર્યમાં અકળાઇને મોહિતે કહેલું કે, “આપણે બધાં થિએટરની ફરિયાદ કરતા રહીએ છીએ, પણ આપણે બધાં થિએટરમાં જતા નથી. તમે બધા રડો છો કે લોકો થિએટરમાં નથી જતાં. હું તો દર વીકેન્ડમાં જે પણ ફિલ્મ રિલીઝ થાય એ જાેવા જઉં છું.” ત્યારે રોહને જવાબ આપ્યો કે તેણે થોડાં અઠવાડિયા પહેલાં મરાઠી ફિલ્મ જાેઈ હતી પરંતુ સિનર્સનો અનુભવ તેના મનમાં રહી ગયો હોવાથી તેણે આ નામ લીધું હતું. લોકો થિએટરમાં ફિલ્મ જાેવા નથી જતાં અને ખાસ કરીને નાની ફિલ્મો. એ ફરિયાદ ઇન્ડસ્ટ્રીના ફિલ્મમેકર્સ અને એક્ટર્સ વારંવાર કરે છે, મનોજ બાજપાઈ અને પંકજ ત્રિપાઠી જેવા કલાકારો પણ આ અંગે ફરિયાદ કરી ચૂક્યા છે, ઘણી ફિલ્મ તો એવી હોય છે, થિએટરમાં રિલીઝ પણ થઈ શકતી નથી.




