
લાલો: કૃષ્ણ સદા સહાયતેએ થિએટરમાં ૭૫ દિવસ પૂરા કર્યા.લાલો સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે : ગુજરાતમાં આ ફિલ્મ કમાણીમાં માત્ર પુષ્પા ૨થી જ પાછળ રહી છે.‘લાલો: કૃષ્ણ સદા સહાયતે’ ઐતિહાસિક રીતે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ ફિલ્મ કમાણીમાં પુષ્પા ૨થી પાછળ રહી છે, પરંતુ તેને પુશ્પા કરતાં વધુ લોકોએ જાેઈ હોવાના શક્યતા છે.લાલોએ થિએટરમાં ૭૫ દિવસ પૂરાં કરી નાખ્યા છે અને હજુ પણ દરરોજ લાખો રૂપિયાની કમાણી કરી રહી છે. આ ફિલ્મે રિલીઝના અગિયારમા અઠવાડિયે પણ પહેલાં પાંચ દિવસમાં જ ૯૦ લાખની કમાણી કરી છે. આ અઠવાડિયાના અંત સુધીમાં ફિલ્મ ૧ કરોડ|ની કમાણી કરી લેશે, જે એક ઘણી મોટી બાબત છે. છેલ્લે ૨૦૦૬માં વિવાહ ફિલ્મે આવી કમાણી કરી હતી. આ અગાઉ પણ ફિલ્મે ૯મા અઠવાડિયે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ બનાવ્યો હતો. નવમા અઠવાડિયે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મોમાં લાલો ટોપ ૧૦માં પહોંચી ગઈ હતી. આ ફિલ્મની અત્યાર સુધીની કુલ કમાણી અંદાજે ૧૧૩.૫૦ કરોડે પહોંચી છે.
બારમા અઠવાડિયે આ ફિલ્મ ૧૧૫ કરોડ સુધીની કમાણી કરી લેશે એવી અપેક્ષા છે, કારણ કે તેને નવા વર્ષની રજાઓનો પણ લાભ મળી શકે છે. જાે આ ફિલ્મ નવા વર્ષે પણ થિએટરમાં ચાલતી રહી તો તેને ઉત્તરાયણના તહેવારોનો પણ લાભ મળી શકે છે. નિષ્ણાતોનો એવો મત છે કે જાે જાે જાન્યુઆરીમાં આ ફિલ્મ ધીરે ધીરે ચાલતી રહે તો જાન્યુઆરીના અંત સુધીમાં આ ફિલ્મ ૧૨૦ કરોડ સુધી પહોંચી શકે છે. લાલો સૌથી વધુ કમાણી કરનારી ગુજરાતી ફિલ્મ બની ગઈ છે. ગુજરાતમાં આ ફિલ્મ કમાણીમાં માત્ર પુષ્પા ૨થી જ પાછળ રહી છે. પરંતુ એવી પણ ગણતરી છે કે આ ફિલ્મ નાના શહેરોમાં પણ ચાલી છે, તેથી એવી શક્યતા છે કે પુશ્પા ૨ કરતાં વધુ લોકોએ લાલો ફિલ્મ જાેઈ છે. આ પહેલાં ૧૯૯૮માં રિલીઝ થયેલી દેશ રે જાેયા દાદા પરદેશ જાેયા ફિલ્મે સૌથી વધુ કમાણી કરી હોવાનું મનાતું હતું. જે આજની ગણતરીએ લગભગ ૧૫૦ કરોડ જેટલી ગણાય છે. હવે આ ફિલ્મ હિન્દીમાં પણ ડબ થઈ ચુકી છે અને નવા વર્ષે પૅન ઇન્ડિયા હિન્દી રિલીઝની તૈયારી થઈ રહી છે. તેનું એક ટીઝર પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. ૯ જાન્યુઆરીએ ફિલ્મ હિન્દીમાં રિલીઝ થવાના અહેવાલો છે. પછી આ ફિલ્મની કમાણીમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે.




