
અક્ષય ખન્નાના રોલમાં જયદીપની એન્ટ્રીની ચર્ચા.ફિલ્મ ‘દૃશ્યમ ૩’માં અભિનેતા જયદીપ આહલાવતની એન્ટ્રી.પહેલી વખત જયદીપ આહલાવત અજય દેવગન અને તબુ જેવા કલાકારો સાથે કામ કરતો જાેવા મળશે.અજય દેવગનની અતિ લોકપ્રિય ફિલ્મ દૃશ્યમ ૩ની રિલીઝ ડેટની જાહેરાત કરતાં વધુ ચર્ચા આ ફિલ્મ અક્ષય ખન્નાએ છોડી તે મુદ્દે થઈ રહી છે. એવા અહેવાલો છે કે અક્ષય ખન્નાએ છાવામાં ઔરંગઝેબના રોલ અને પછી ધુરંધરમાં કરેલાં રહેમાન ડકૈતના પાત્રને મળેલી સફળતા પછી દૃષ્યમમાં પોલિસ ઇન્સ્પેક્ટરના રોલ માટે મેકર્સ પાસે બે મહત્વની માંગણી કરી હતી.
તેણે પહેલાં તો આ ફિલ્મ માટે ૨૦ કરોડ જેવી ફી માગી, જેનાથી ફિલ્મનું બજેટ વધી જાય તેમ નહોતું. બીજું તેણે આ ફિલ્મમાં વીગ પહેરવાની માગ કરી હતી, આગળના બંને ભાગમાં તેનો વીગ વિનાનો લૂક હોવાથી મેકર્સ આ બાબતે પણ સહમત નહોતા. આ કારણોસર અક્ષય ખન્નાએ આ ફિલ્મ છોડી દીધા હોવાના અહેવાલો છે. ત્યારે હવે આ રોલમાં જયદીપ આહલાવતની એન્ટ્રી થઈ હોવાના અહેવાલો છે. તેથી ફિલ્મનો સ્કેલ ફરી વધી ગયો છે. દૃશ્યમ ફ્રેન્ચાઇઝીની આ ત્રીજી ફિલ્મ પાસે ઘણી અપેક્ષાઓ છે, તેથી આ ફિલ્મની વાર્તા પણ આગળની બે ફિલ્મથી ઘણી રસપ્રદ હશે એવી અપેક્ષા છે. પહેલી વખત જયદીપ આહલાવત અજય દેવગન અને તબુ જેવા કલાકારો સાથે કામ કરતો જાેવા મળશે.જયદીપ આહલાવત પડદા પર તેની હાજરીથી જ દર્શકોને જકડી રાખે એવા કલાકાર તરીકે જાણીતો છે. ત્યારે અક્ષય ખન્નાના રોલમાં તેની એન્ટ્રીથી હવે ફિલ્મ પણ વધુ રસપ્રદ બનશે. આ અંગે સુત્રના જણાવ્યા અનુસાર, ‘જયદીપ દૃશ્યમ ૩ માટે જાન્યુઆરી ૨૦૨૬થી કામ શરૂ કરશે. તે આ ફિલ્મમાં એક મહત્વનું પાત્ર કરી રહ્યો છે અને તે સ્ટોરીમાં એક નવો વળાંક લાવશે. અજય દેવગન ફરી એક વખત તેના વિજય સલગાંવકરના રોલમાં જાેવા મળશે.




