
એપ્રેન્ટીસશીપ લાઇનમેનની ભરતીમાં કૌભાંડ કરવામાં આવ્યું.GETCO ની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાનો મોટો ધડાકો.જામનગર એપ્રેન્ટીસશીપ લાઇનમેન ૧૦૭ જગ્યામાં ૩૫ ભરતી લોકોની બોગસ ભરતી કરી હોવાનું સામે આવ્યું.જામનગરમાં ય્ઈ્ર્ઝ્રંની ભરતીમાં થયેલા કૌભાંડ મુદ્દે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ ધડાકો કર્યો છે. ગુજરાતમાં GETCO અન PGVCL દ્વારા કરવામાં આવતી ભરતીઓમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર થાય છે તેવો આરોપ મૂક્યો હતો. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ કહ્યું હતું કે, જામનગરમાં એપરેન્ટીસ લાઈનમેનની ૧૦૭ જગ્યામાં ૩૫ બોગસ ઉમેદવારોને નોકરી પર લઈ લેવામાં આવ્યા હતા અને ૪ મહિના નોકરી પણ કરી હતી.
આવી જ રીતે ગોંડલ, જૂનાગઢ અને કચ્છમાં પણ કૌભાંડ થયા છે પણ ત્યાં તપાસ કરવામાં આવે તો મોટું કૌભાંડ સામે આવશે. જવાબદાર અધિકારીને માત્ર સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ય્ઈ્ર્ઝ્રં પ્લાન્ટ એટેન્ડેન્ટની ભરતી માટે સ્ટાફ સેટઅપ ન હોવા છતાં ૧૧૨૦૦ ઉમેદવારોની પરીક્ષા લેવાઈ છે. ૧૫૭ની ભરતી પણ કરવામાં આવી પછી ભરતી જ રદ્દ કરવામાં આવી હતી.PGVCL ઇલેક્ટ્રિક આસી.ની ૧૧૮૨ ભરતી હતી, જે વિરોધ બાદ રી-પોલ કરવામાં આવ્યું હતું.
આવતીકાલે ઇલેક્ટ્રિક આસી.ની ભરતીમાં પણ ગેરરીતિ થવાની ભીતિ છે. જામનગરની જેમ ગોંડલ, જૂનાગઢ અને કચ્છની ભરતીની તપાસ કરવામાં આવે તો મોટી સંખ્યામાં બોગસ ઉમેદવારોની ભરતી કરવામાં આવી હોવાનું સામે આવશે. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આરોપ મૂક્યો હતો કે એક તરફ ભરતી માટે પરીક્ષા લેવામાં આવી રહી છે તો બીજી તરફ પીજીવીસીએલના અધિકારીઓ જુનાગઢ ખાતે વાર્ષિક અધિવેશનમાં પોતાનો સમય બગાડી રહ્યા છે.
એટલું જ નહીં અધિકારીઓ સરકારી ગાડીઓનો પણ દુરુપયોગ ખાનગી અધિવેશન માટે કરી રહ્યા છે ખેડૂતોને વીજ લાઈન નાખવી હોય તો સ્થળ તપાસ અને વીજ પોલ અને કેબલનો પણ ખર્ચો પીજીવીસીએલ દ્વારા વસૂલ કરવામાં આવે છે ત્યારે જીબિયાનો અધિવેશન મળી રહ્યું છે તેના માટે અલગ અલગ બે ફીડરોમાંથી બે કિલોમીટર લાંબી ૧૧ કિલો વોટ ની લાઈન નાખવામાં આવી તો તેની પાછળ થયેલો કરોડો રૂપિયાનો ખર્ચ શું પીજીવીસીએલએ વસૂલ કર્યો છે કે નહીં તે પણ તપાસ થવી જાેઈએ.
આવતીકાલે પીજીવીસીએલની ભરતી માટેની પરીક્ષા લેવાના છે અને અધિકારીઓ અધિવેશનમાં વ્યસ્ત છે જાે કોઈ ઘટના બને તો તેના માટે જવાબદાર કોણ તેઓ પણ સવાલ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો. યુવરાજસિંહ જાડેજાએ વધુમાં કહ્યું હતું કે pgvcl ના ઉચ્ચ અધિકારીઓ કેમ આ જીબિયાના અધિવેશન મામલે કાંઈ બોલવા અથવા તો પગલા લેવા તૈયાર નથી આ અધિવેશનમાં ઉર્જા મંત્રી પણ આવે તેવી વાત સામે આવી રહી છે. જીબિયાના આ અધિવેશનમાં અધિકારીઓ રજા મૂકી ગયા છે કે નહીં તે પણ તપાસ થવી જાેઈએ વીજ પુરવઠો એ જરૂરિયાતની વસ્તુઓમાં આવે છે અધિકારીઓએ પોતાની નોકરી મૂકી ક્યાંય જઈ શકતા નથી તેઓ પરિપત્ર કરવામાં આવેલો હોવા છતાં અધિકારીઓ અધિવેશનમાં વ્યસ્ત છે તેવો આરોપ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવ્યો હતો.




