
વૃંદાવન ન આવવાની અપીલ.નવા વર્ષ પહેલા દેશભરના મંદિરોમાં ભક્તોનો મહેરામણ, VIP દર્શન બંધ.૨૦૨૬ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે.વર્ષ ૨૦૨૫ના અંતની ઘડીઓ વાગી રહી છે. ૨૦૨૬ની શરુઆત પહેલા મોટી સંખ્યામાં લોકો વિવિધ યાત્રાધામોમાં દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. એવામાં હજુ તો પહેલી જાન્યુઆરીએ લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડે તેવી શક્યતા છે. ત્યારે ઉજ્જૈન, વૈષ્ણોદેવી અને બાંકે બિહારી મંદિર સહિતના યાત્રાધામોમાં મોટા ર્નિણય લેવાયા છે.
કાશી વિશ્વનાથ : વારાણસીના કાશી વિશ્વનાથ ધામ, ઉજ્જૈનના મહાકાલેશ્વર મંદિર, મથુરાના બાંકે બિહારી મંદિરમાં આજથી જ ભારે ભીડ જાેવા મળી રહી છે. ત્યારે મધ્ય પ્રદેશના ઉજ્જૈનમાં આવેલા મહાકાલ મંદિરમાં ૨૭ ડિસેમ્બરથી ૫ જાન્યુઆરી સુધી ફૈંઁ દર્શન પર રોક લગાવવામાં આવી છે. ગર્ભગૃહ માત્ર પૂજારીઓને જ પ્રવેશ આપવામાં આવશે.
તિરુપતિ બાલાજી : આંધ્ર પ્રદેશના તિરુપતિ બાલાજી મંદિરમાં ૩૦ ડિસેમ્બરથી પહેલી જાન્યુઆરી સુધી જેમણે ઍડ્વાન્સ બુકિંગ કરાવ્યું હોય તેમને જ દર્શન કરવા મળશે. જેટલા ટોકન આપવાના હતા તે અપાઈ ગયા છે અને કાઉન્ટર પણ બંધ કરી દેવાયા છે.
અયોધ્યા : અયોધ્યામાં મોટા ભાગની હોટલ અને ધર્મશાળાઓનું બુકિંગ થઈ ગયું છે. પહેલી જાન્યુઆરી સુધીના તમામ ટોકન (પાસ) વેચાઈ ગયા છે.
શિરડી : મહારાષ્ટ્રના શિરડી સાંઈ બાબા મંદિરમાં ૩૧ ડિસેમ્બરે આખી રાતે ભક્તો બાબાના દર્શન કરી શકશે. બાબાના દર્શન માટે એક સોનાની બારી રાખવામાં આવી છે. જ્યાંથી ભક્તો બાબાના મુખ દર્શન કરી શકશે.
વૈષ્ણોદેવી : વૈષ્ણોદેવી મંદિરમાં ૩૧ ડિસેમ્બર અને પહેલી જાન્યુઆરીએ ઇહ્લૈંડ્ઢ કાર્ડ હોય તેવા ભક્તોને જ દર્શનની અનુમતિ રહેશે. કાર્ડ મળે તેના ૧૦ કલાકમાં યાત્રા શરુ કરવી પડશે અને ૨૪ કલાકની અંદર પાછા નીચે આવી જવું પડશે.
મથુરા : મથુરાના બાંકે બિહારી મંદિરે એડવાઇઝરી જાહેર કરી ભક્તોને ૫ જાન્યુઆરી સુધી વૃંદાવન ન આવવા અપીલ કરી છે. મંદિરે કહ્યું છે કે ભારે ભીડની શક્યતાને જાેતાં હોય તો ૫ જાન્યુઆરી સુધી વૃંદાવનની યાત્રા ન કરશો.




