
હાર્દિક પંડ્યાએ ફટકારી ધમાકેદાર સદી.બરોડા માટે રમતા હાર્દિક પંડ્યાએ પોતાના બેટથી તબાહી મચાવી.હાર્દિક પંડ્યાએ ૬૮ બોલમાં પોતાની સદી પૂરી કરી,તેણે સદી પૂરી કરવા માટે આઠ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા.હાર્દિક પંડ્યાએ નવા વર્ષ ૨૦૨૬ની શરૂઆત ધમાકેદાર સદીથી કરી. ૩ જાન્યુઆરીએ ૨૦૨૫-૨૬ વિજય હજારે ટ્રોફીમાં બરોડા માટે રમતા હાર્દિકે વિદર્ભ સામે ધમાકેદાર સદી ફટકારી. હાર્દિકે મુશ્કેલ પરિસ્થિતિઓમાં ટીમને મજબૂત બનાવી જ નહીં, પરંતુ વિરોધી બોલરોને પણ પોતાની ધમાકેદાર સદીથી હંફાવ્યા. હાર્દિકે મેદાનમાં ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો.
૩૮ ઓવરના અંતે બરોડાનો સ્કોર ૭ વિકેટે ૧૮૨ રન હતો અને બે મિનિટ બાદ સ્કોર ૨૧૬ સુધી પહોંચી ગયો હતો. આનું કારણ એ હતું કે પંડ્યાએ ૩૯મી ઓવરમાં ભારે તબાહી મચાવી હતી.
તેણે એક જ ઓવરમાં સતત પાંચ છગ્ગા અને છેલ્લા બોલ પર એક ચોગ્ગો ફટકારીને ૩૪ રન બનાવ્યા. આ ઓવર વિદર્ભના સ્પિનર પાર્થ રેખાડે ફેંકી હતી, જેના પર હાર્દિકે તબાહી મચાવી હતી અને ટીમને સન્માનજનક સ્કોર બનાવવામાં મદદ કરી હતી.
હાર્દિક પંડ્યાએ ૬૮ બોલમાં પોતાની સદી પૂરી કરી. તેણે સદી પૂરી કરવા માટે આઠ છગ્ગા અને છ ચોગ્ગા ફટકાર્યા. આ પછી પણ પંડ્યાએ ઝંઝાવાતી બેટિંગ કરી. તે ૯૨ બોલમાં ૧૩૩ રન બનાવીને આઉટ થયો હતો, જેમાં આઠ ચોગ્ગા અને ૧૧ છગ્ગા હતા. હાર્દિક યશ ઠાકુરની ઓવરમાં આઉટ થયો હતો.
હાર્દિક ૧૯.૧ ઓવરમાં ૫ વિકેટે ૭૧ રનનો સ્કોર હતો ત્યારે ક્રીઝ પર બેટિંગ કરવા આવ્યો હતો. ત્યારબાદ તેણે પહેલા શાંતિથી બેટિંગ કરી, પરંતુ કે બાદ તેણે ધમાકેદાર બેટિંગ કરતા ટીમને શન્માનજનક સ્કોર સુધી પહોંચાડી. હાર્દિકના કારણે બરોડાએ ૫૦ ઓવરમાં ૯ વિકેટે ૨૯૩ રન બનાવ્યા હતા. વિદર્ભને જીતવા માટે ૨૯૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો.




