
હૈદ્રાબાદના શોમાં જાહેરાત કરી.કોમેડિયન ઝાકિર ખાનનો ૨૦૩૦ સુધી લાઇવ શોમાંથી બ્રેક લેવાનો ર્નિણય.આ વખતે હું બહુ વધારે શહેરોમાં આવી શકીશ નહીં, એટલે કૃપા કરીને થોડી વધારે મહેનત કરીને શો જાેવા આવજાે.ઝાકિર ખાનનું નામ સ્ટેન્ડ અપ કોમેડીની દુનિયામાં અને સોશિયલ મીડિયા માટે અજાણ્યું નથી. ૨૦૧૨માં કોમેડી સેન્ટ્રલની ઇન્ડિયાઝ બેસ્ટ સ્ટેન્ડ અપ કોન્ટેસ્ટ જીત્યા બાદ પહેલી વખત ઝાકીર ખાનને મોટી ઓળખ મળી હતી. આજે તો તેની દરેક રીલ્સને મિલિયન્સમાં વ્યુઝ મળે છે અને તેના દરેક લાઇવ શો હાઉસફુલ જાય છે. કારકિર્દીના આ પડાવ પર હવે તેણે લાંબા બ્રેકની જાહેરાત કરતાં તેના ફૅન્સને આંચકો લાગ્યો છે.
સ્ટેન્ડ-અપ કોમેડિયન ઝાકિર ખાને હૈદરાબાદમાં થયેલા પોતાના શો દરમિયાન લાઇવ ટૂર્સ અને શોમાંથી લાંબા સમય માટે બ્રેક લેવાનો ર્નિણય જાહેર કર્યાે છે. ઝાકિર ખાનની ટીમ અનુસાર, સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ અને વ્યક્તિગત કારણોને ધ્યાનમાં રાખીને ઝાકીરે લાઇવ પરફોર્મન્સમાંથી લાંબો વિરામ લેવાનો ર્નિણય કર્યાે છે, જે લગભગ ૨૦૩૦ સુધી ચાલશે.ઝાકિરે મંગળવારે બપોરે પોતાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક સ્ટોરી પણ શેર કરી હતી, જેમાં તેણે આ બ્રેક અંગે સંકેત આપ્યો હતો. બાદમાં દુબઈ પહોંચ્યા પછી તેણે એક વધુ અપડેટ શેર કરીને આ ર્નિણય અંતિમ હોવાનું સ્પષ્ટ કર્યું હતું. ઝાકીરે પોતાના સોશિયલ મીડિયા પર લખ્યું, “૨૦ જૂન સુધી દરેક શો એક ઉત્સવ સમાન બની રહેશે. આ વખતે હું બહુ વધારે શહેરોમાં આવી શકીશ નહીં, એટલે કૃપા કરીને થોડી વધારે મહેનત કરીને શો જાેવા આવજાે. તમારા બધાના પ્રેમ માટે આભાર.”




