
અમદાવાદમાં રોજ ૫૦ જેટલા વાહનોનું બુકિંગપેટ્રોલ-ડીઝલની અછત વચ્ચે EV નો ક્રેઝ વધ્યો.જાે આંકડાઓ પર નજર કરીએ તો, આ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં રાજ્યમાં ૨,૧૬૮ EV વાહનોનું વેચાણ નોંધાયું છે.ગેસ સિલિન્ડર અને ઇન્ડક્શન સગડી બાદ હવે પેટ્રોલ અને ડીઝલની અછતની અફવા વચ્ચે ગુજરાતભરના અનેક શહેરોમાં પેટ્રોલ પંપ પર વાહનોની લાંબી લાઈનો લાગી છે. આવી ગરમીમાં જનતાએ પેટ્રોલ પંપ બહાર ૩-૪ કલાક સુધી લાઈનોમાં ઊભા રહેવું પડશે. ત્યારે આવી પરિસ્થિતિમાં લોકોએ વધુ હેરાન ન થવું પડે તે માટે લોકો ઇલેક્ટ્રિક વાહન તરફ વળી રહ્યા છે. આવી જ રીતે અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો તરફ લોકોનો ઝુકાવ નોંધપાત્ર રીતે વધ્યો છે.
વિશ્વભરમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિઓ અને ઈંધણની અનિશ્ચિતતા વચ્ચે પહેલા ગેસની અછત સર્જાતા અમદાવાદના શહેરીજનોએ ઇલેક્ટ્રિક સગડી ઇન્ડક્શન તરફ આગળ વધ્યા હતા, તેવી જ રીતે હાલ પેટ્રોલ-ડીઝલની અછતની અફવા વચ્ચે અમદાવાદીઓ હવે લાંબા ગાળાના વિકલ્પ તરીકે ઇલેક્ટ્રિક વાહનો અપનાવવા તરફ આગળ વધી રહ્યા છે. જેના કારણે શહેરમાં વિવિધ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનો અંગે ઇન્ક્વાયરીમાં વધારો થયો છે અને છેલ્લા એક મહિનાથી રોજિંદા સરેરાશ ૫૦ જેટલા EV
વાહનોનું બુકિંગ થઈ રહ્યું છે.
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા ઇલેક્ટ્રિક વાહનો માટે આપવામાં આવતી સબસિડી અને ટેક્સ રાહતો પણ આ વૃદ્ધિ પાછળનું મહત્ત્વનું કારણ બની છે. રાજ્યમાં ૩૧ માર્ચ ૨૦૨૬ સુધી સબસિડીનો લાભ ઉપલબ્ધ છે, જેમાં ટુ-વ્હીલર પર ૨૦,૦૦૦, થ્રી-વ્હીલર પર ૫૦,૦૦૦ અને ફોર-વ્હીલર પર ૧.૫ લાખ સુધીની સહાય આપવામાં આવે છે.
ઉપરાંત EV પર ૫% ટેક્સ માફી પણ આપવામાં આવી રહી છે. આ અંગે મેટર કંપનીના ફાઉન્ડર મોહલ લાલભાઈના જણાવ્યા પ્રમાણે ભવિષ્યને ધ્યાનમાં રાખીને રોજેરોજ હવે ઈવી તરફ વળ્યા છે.
વર્ષ ૨૦૨૧ બાદ સતત EV વધી રહ્યા છે. મારી પાસે ઈફ બાઈક્સનું બુકિંગ છેલ્લાં ૧ મહિનામાં વધી ગયું છે. આજે EV બાઈક માટેની ઇન્ક્વાયરી વધારે આવી છે.
જાે આંકડાઓ પર નજર કરીએ તો, આ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં રાજ્યમાં ૨,૧૬૮ EV વાહનોનું વેચાણ નોંધાયું છે, જેમાં ટુ-વ્હીલરનો હિસ્સો લગભગ ૬૦ ટકા છે. જ્યારે પેટ્રોલ વાહનોમાં ટુ-વ્હીલરનું વેચાણ ૬૭ ટકા અને ફોર-વ્હીલરનું ૩૩ ટકા છે. EV સેક્ટરમાં વૃદ્ધિનો ટ્રેન્ડ છેલ્લા જાે આંકડાઓ પર નજર કરીએ તો, આ મહિનાના પ્રથમ ૧૦ દિવસમાં રાજ્યમાં ૨,૧૬૮ ઈફ વાહનોનું વેચાણ નોંધાયું છે, જેમાં ટુ-વ્હીલરનો હિસ્સો લગભગ ૬૦ ટકા છે. જ્યારે પેટ્રોલ વાહનોમાં ટુ-વ્હીલરનું વેચાણ ૬૭ ટકા અને ફોર-વ્હીલરનું ૩૩ ટકા છે. EV સેક્ટરમાં વૃદ્ધિનો ટ્રેન્ડ છેલ્લા કેટલાક વર્ષોથી જાેવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૧માં જ્યાં માત્ર ૯,૭૭૬ ઇલેક્ટ્રિક વાહનો વેચાયા હતા, ત્યાં ૨૦૨૨માં આ આંકડો વધીને ૬૮,૯૯૯ સુધી પહોંચ્યો હતો.
આ ઉપરાંત, ૨૦૨૩થી માર્ચ ૨૦૨૬ સુધી અમદાવાદમાં અંદાજે ૧.૫ લાખથી વધુ ઇલેક્ટ્રિક વાહનો રસ્તા પર જાેવા મળી રહ્યા છે, જે EV પ્રત્યે લોકોનો વધતો વિશ્વાસ દર્શાવે છે.
ખાસ વાત એ છે કે હવે EV વાહનોની લોકપ્રિયતા CNG વાહનોને પણ પાછળ છોડી રહી છે, જે શહેરના ટ્રાન્સપોર્ટેશન ટ્રેન્ડમાં મોટા ફેરફારની નિશાની છે, ત્યારે હાલ ફરી એકવાર પેટ્રોલ-ડીઝલની અફવાઓ વચ્ચે EV તરફ લોકો આગળ વધી રહ્યા છે.





