
ઘણી મૂલ્યવાન કળાકૃતિઓ પરત કરવાની કામગીરી બાકી.USએ રૂ.૧૧૭ કરોડની ૬૫૭ પ્રાચીન કળાકૃતિઓ ભારતને પરત કરી.ભારતના ન્યૂયોર્ક સ્થિત રાજદૂત રાજલક્ષ્મી કદમની ઉપસ્થિતિમાં આ કૃતિઓ પરત સોંપાઈ હતી. ભારતમાંથી ચોરી કરીને અમેરિકામાં વેચી દેવાયેલી અંદાજે ૧૪ મિલિયન ડોલર (આશરે ૧૧૭ કરોડ)ના મૂલ્યની ૬૫૭થી વધુ પ્રાચીન કળાકૃતિઓ અમેરિકાએ પરત કરી છે. મેનહટ્ટન જિલ્લાના એટર્ની અલ્વિન બ્રાગે આ અંગેની જાહેરાત કરી હતી. આ તમામ મૂલ્યવાન પ્રાચીન મૂર્તિઓ તથા કળાકૃતિઓ તસ્કરીના કેસોની તપાસ ઉપરાંત નામચીન ભારતીય આર્ટ ડીલર સુભાષ કપૂર તથા નેન્સી વિયેનર નામની તસ્કરીની આરોપી પાસેથી કબજે કરાઈ હતી. ભારતના ન્યૂયોર્ક સ્થિત રાજદૂત રાજલક્ષ્મી કદમની ઉપસ્થિતિમાં આ કૃતિઓ પરત સોંપાઈ હતી. બ્રાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ ૬૦૦થી વધુ પ્રાચીન મૂલ્યવાન મૂર્તિઓ અને કળાકૃતિઓ પરત કરવાની બાબત તસ્કરીનું પ્રમાણ ઘણું ચિંતાજનક હદે વધ્યું હોવાનું દર્શાવે છે. જાેકે હજી ભારતમાંથી ચોરીને અહીં લવાયેલી આવી ઘણી મૂલ્યવાન કળાકૃતિઓ પરત કરવાની કામગીરી બાકી છે. પરત કરાયેલી કળાકૃતિઓમાં અંદાજે બે મિલિયન ડોલર (આશરે ૧૯ કરોડ)ની કિંમતની કાંસામાંથી બનાવાયેલી કમળ પર બિરાજમાન ‘અવલોકિતેશ્વરા’ની પ્રતિમા સહિતની અન્ય મૂલ્યવાન વસ્તુઓનો સમાવેશ થાય છે.





