
CBI તપાસની હતી માંગકોકરોચ જનતા પાર્ટી સામે તાત્કાલિક સુનાવણીનો સુપ્રીમ કોર્ટનો ઇનકાર.એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો.એડવોકેટ રાજા ચૌધરી દ્વારા દાખલ કરવામાં આવેલી આ અરજીમાં માત્ર ‘કોકરોચ જનતા પાર્ટી‘ આંદોલનનો જ વિરોધ નહોતો કરાયો.કરવાને બદલે સોશિયલ મીડિયા અને આરટીઆઈ (CBI) એક્ટિવિઝમ તરફ વળી રહ્યા છે. કોર્ટે ટિપ્પણી કરતા કહ્યું હતું કે, કેટલાક યુવાનો ‘કોકરોચ‘ની જેમ આ પ્રોફેશનમાં રોજગાર મેળવી શકતા નથી અને સોશિયલ મીડિયા કે CBI એક્ટિવિસ્ટ બનીને સમાજ પર બોજ બની રહ્યા છે.
જાેકે, બાદમાં વિવાદ વધતાં ચીફ જસ્ટિસે સ્પષ્ટતા કરી હતી કે તેમનો ઈશારો સામાન્ય બેરોજગાર યુવાનો તરફ નહીં, પરંતુ નકલી ડિગ્રીઓ લઈને વકીલાતમાં ઘૂસી ગયેલા લોકો તરફ હતો. આમ છતાં, આ ટિપ્પણીની ઇન્ટરનેટ પર વ્યાપક ટીકા થઈ અને તેના વિરોધમાં સોશિયલ મીડિયા પર કટાક્ષ તરીકે ‘કોકરોચ જનતા પાર્ટી‘નો જન્મ થયો.
આ ડિજિટલ કલેક્ટિવની શરૂઆત અમેરિકાના બોસ્ટનમાં રહેતા અભિજીત દીપકે કરી હતી. આ ગ્રુપ રાજકીય કટાક્ષ (પોલિટિકલ સેટાયર) દ્વારા બેરોજગારી, સંસ્થાકીય જવાબદારી અને મીડિયાની આઝાદી જેવા ગંભીર મુદ્દાઓ ઉઠાવે છે. જાેકે, જાેતજાેતામાં ‘કોકરોચ જનતા પાર્ટી‘ ઇન્સ્ટાગ્રામ અને અન્ય પ્લેટફોર્મ્સ પર એક વિશાળ ઓનલાઇન કેમ્પેઇન બની ગઈ છે. એટલું જ નહીં, આ મૂવમેન્ટના નામે હવે પિટિશનો, મર્ચેન્ડાઇઝ (ટી-શર્ટ, કપ વગેરે) અને ઓનલાઇન ફંડિંગ જેવી પ્રવૃત્તિઓ પણ શરૂ થઈ ગઈ છે.
અરજદાર રાજા ચૌધરીએ પોતાની અરજીમાં સ્પષ્ટતા કરી છે કે તેઓ ન્યાયતંત્રની ટીકા, લોકશાહી વિરોધ, સેટાયર કે બંધારણની કલમ 19(1)(a) હેઠળ મળતી વાણી સ્વાતંત્ર્યની આઝાદીની વિરુદ્ધ નથી. તેમનો વાંધો એ છે કે કોર્ટરૂમની અંદર સહજ રીતે બોલાયેલા ‘કોકરોચ‘ શબ્દને સંદર્ભ વગર કાપીને (ક્લિપ કરીને), તેના મીમ્સ બનાવીને, તેનું વ્યાપારીકરણ કરવામાં આવી રહ્યું છે. અલ્ગોરિધમનો ઉપયોગ કરીને ડિજિટલ પ્લેટફોર્મ્સ પર આ વીડિયોઝ વાઇરલ કરીને કમાણી કરવામાં આવી રહી છે, જે આયોજિત વ્યાપારી શોષણ છે. જાેકે, હાલ પૂરતો સુપ્રીમ કોર્ટે આ મામલે કોઈ તાત્કાલિક સુનાવણી કરવાનો ઈનકાર કરી દીધો છે.





