Delhi Liquor Policy Case: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે EDની ધરપકડને લઈને સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજી પાછી ખેંચી લીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે કોર્ટ પહેલા આ મામલાની સુનાવણી કરવા માટે રાજી થઈ ગઈ હતી. આ માટે ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડે મામલાની સુનાવણી માટે જસ્ટિસ સંજીવ ખન્નાની અધ્યક્ષતાવાળી બેંચને મામલો સોંપ્યો હતો. જો કે હવે એ વાત સામે આવી રહી છે કે દિલ્હીના સીએમ આ મામલે નીચલી કોર્ટનો સંપર્ક કરશે.
સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી
આ પહેલા કેજરીવાલે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યા બાદ EDએ પણ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી. જેમાં એજન્સીએ માંગ કરી હતી કે તેમની ધરપકડના મામલામાં કેજરીવાલના દૃષ્ટિકોણને પણ સાંભળવામાં આવે.
કેજરીવાલની ધરપકડ બાદ આ અરજી દાખલ કરવામાં આવી હતી
અહેવાલ છે કે દારૂ કૌભાંડ કેસમાં ED દ્વારા દિલ્હીના મુખ્યમંત્રીની ધરપકડને લઈને અભિષેક મનુ સિંઘવી CJIના ઘરે ગયા હતા અને તેમને આ મામલાની સુનાવણી કરવાની માંગ કરી હતી. નોંધનીય છે કે ગુરુવારે રાત્રે કેજરીવાલની ધરપકડ દરમિયાન તેમની કાનૂની ટીમ સુપ્રીમ કોર્ટ પહોંચી હતી અને દિલ્હીના સીએમની ધરપકડ પર તાત્કાલિક સુનાવણીની માંગ કરવાની અપીલ કરી હતી.