(છગનલાલ મેવાડા ધ્વારા) સુરત.
કાઠમંડુ પોસ્ટના અહેવાલ મુજબ શનિચરા બોટે નામના વ્યક્તિ માટે, ડિસેમ્બર ૨૦૧૨ માં દુ:સ્વપન શરૂ થયું જ્યારે ઘુરબે નામના એક બદમાશ હાથીએ નેપાળના ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાન નજીકના માડી શહેરમાં તેના માતા- પિતાને જીવલેણ રીતે કચડી નાંખ્યા હતા. બોટેએ ભયના કારણે તેના પરિવારને લઈને લગભગ નવ માઈલ દૂર રાપ્તિ નદી પાર કરીને જગતપુરમાં સ્થાયી થવાનું નક્કી કર્યું.
વર્ષોથી પરિવાર માનતો હતો કે તેઓ ભાગી ગયા છે. પરંતુ આ મહિનાની શરૂઆતમાં ફરી એક દુર્ઘટના બની. આ ઘુરબે નામના હાથીએ જગતપુરમાં પરિવારના ઘરમાં ઘૂસીને બોટેની પુત્રવધુ ૨૫ વર્ષીય આશિકા બોટે અને તેમના ચાર વર્ષના પૌત્ર ભરત બોટેને મારી નાંખ્યા. બોટેએ જણાવ્યુ કે અમે માનતા હતા કે મુખ્ય નદીઓ પાર કરવાથી અમે સુરક્ષિત રહીશું પરંતુ આટલા વર્ષો પછી એ જ હાથીએ અમને ફરથી શોધી કાઢ્યા, અમારા ઘર પર હુમલો કર્યો અને મારી પુત્રવધુ અને મારા નાના પૌત્રને મારી નાંખ્યા. અમારા માટે ભાગવા માટે કોઈ જગ્યા બચી નથી. આ હુમલાનો અર્થ એ છે કે ૧૪ વર્ષના સમયગાળામાં એક જ પરિવારના ચાર સભ્યોને એક જ હાથીએ મારી નાંખ્યા છે. આઘુર બે હાથી નેપાળના સૌથી કુખ્યાત બદમાશ હાથીઓમાનો એક છે અને તે વર્ષોથી શ્રેણીબધ્ધ જીવલેણ હુમલાઓ સાથે સંકળાયેલો છે.
જ્યારે ચિતવન રાષ્ટ્રીય ઉદ્યાનના અધિકારીઓએ જણાવ્યુ હતું કે ૨૦૧૦ થી હાથી ૨૫ માનવ મૃત્યુ માટે જવાબદાર છે. જગતપૂરમાં આ તાજેતરના બે મૃત્યુ સાથે આ એક હાથીને કારણે મૃત્યુ પામેલા લોકોની પુષ્ટિ થયેલી સંખ્યા હવે ૨૫ થઈ ગઈ છે. આમ વધુ હુમલાઓનું જોખમ ઘટાડવા માટે વન્યજીવન અધિકારીઓ વર્ષોથી ઘુરબે પર નજર રાખી રહ્યા છે.
૨૦૧૬માં હાથી ફરીથી જોવા મળતા તેને ટ્રેકિંગ કોલર લગાવવામાં આવ્યો હતો. મૂળ કોલર કામ કરવાનું બંધ કર્યા પછી,૨૦૨૦માં એક નવો કોલર સ્થાપિત કરવામાં આવ્યો હતો, ત્યારબાદ ૨૦૨૩માં બીજો કોલર મૂકવામાં આવ્યો હતો.





