ભારત-અફઘાન સંબંધો અંગે પાક.નો ઉકળાટ મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી ન કરવી જાેઇએ ભારત અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનોની સાથે મળીને પાકિસ્તાનનાં અશાંતિ ફેલાવી રહ્યું છે પાકિસ્તાને ભારત વિરૂદ્ધ તેના પ્રોપેગેન્ડા યુદ્ધ શરૂ કર્યું છે : રાવલપિંડી પાસેનાં મુખ્ય સેના મથકે સૈનિકોને કરેલાં સંબોધનમાં પાકિસ્તાન આર્મીના પ્રવક્તા પદે રહેલા (ડીજીઆઈ એસપીઆર) લેફ્ટેનન્ટ જનરલ અહમદ ચૌધરીએ ઘણું વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેઓએ કહ્યું કે મુસલમાનોએ કાફીરો સાથે મૈત્રી કરવી ન જાેઇએ. આ માટે તેઓએ કુર્રાન-એ-શરીફની આયાત પણ ટાંકી હતી.આ ઉપરાંત, રાવલપિંડીમાં એક પ્રેસ કોન્ફરન્સમાં જ્યારે તેઓને, ભારત-અફઘાનિસ્તાનના ડીએનએ અંગે પૂછવામાં આવ્યું ત્યારે પણ તેઓે કુર્રાનની તે આયાતનો તર્ક આપતાં કહ્યું કે જે લોકો ભારત અને હિન્દૂઓ સાથે મૈત્રી રાકે છે તેઓ કેટલી હદે ઇસ્લામિક સિદ્ધાંતોને અનુસરે છે તે વિષે પ્રશ્નો ઉઠાવવા જાેઇએ. લેફ્ટ. જન. ચૌધરીએ ફરી એકવાર ભારત વિરૂદ્ધ પ્રોપેગેન્ડા ફાલવતાં આગળ કહ્યું હતું કે ભારત અફઘાનિસ્તાન સ્થિત તાલિબાનોની સાથે મળીને પાકિસ્તાનનાં અશાંતિ ફેલાવી રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ભારતે તો પહેલેથી જ પાકિસ્તાનના આ આક્ષેપને ફગાવી દીધો છે. ફરીથી તેમનું એક ડીએનએ પ્રત્યે ધ્યાન દોરવામાં આવ્યું ત્યારે કહ્યું કે અફઘાનિસ્તાન ઉપર શાસન કરતા તાલિબાનોના ડી.એન.એ. કદાચ ભારત સાથે (હિન્દૂઓ સાથે) મળતા હશે પરંતુ, કચડાયેલી અફઘાન પ્રજાના ડી.એન.એ. હિન્દુઓ સાથે મળતા નથી. જાે કે તે માટે તેઓ કોઈ પ્રમાણભૂત વૈજ્ઞાનિક આધાર દર્શાવી શક્યા ન હતા.





