કંપનીએ ૭ ટકા વર્કફોર્સ ઘટાડી એઆઈની અસર : Visa એ ૨,૬૦૦ કર્મચારીઓની છટણી કરી સિનિયર ડિરેકટર્સ, એન્જિનિયરિંગ મેનેજર્સ અને વર્ષાેથી કંપની સાથે જાેડાયેલા કર્મચારીઓ પ્રભાવિત
એઆઈના વધતા ઉપયોગ વચ્ચે જાણીતી પેમેન્ટ કંપની ફૈજચએ પોતાના કર્મચારીઓની સંખ્યામાં મોટા પાયે ઘટાડો કર્યાે છે. કંપનીએ વિશ્વભરમાં લગભગ ૨,૬૦૦ કર્મચારીઓ એટલે કે કુલ વર્કફોર્સના આશરે ૭ ટકા કર્મચારીઓને હટાવવાનો ર્નિણય લીધો છે. આ છટણીની અસર ભારતના કર્મચારીઓ પર પણ પડી છે, જાેકે ભારતમાં કેટલા કર્મચારીઓને હટાવવામાં આવ્યા તેની સત્તાવાર માહિતી કંપનીએ જાહેર કરી નથી. રિપોર્ટ મુજબ, ૨૯ જુલાઈની વહેલી સવારે ૪થી ૫ વાગ્યાની વચ્ચે ભારતના અનેક કર્મચારીઓને છટણીના ઈ-મેઇલ મળ્યા હતા. ઘણા કર્મચારીઓ દિવસની શરૂઆત કરે તે પહેલાં જ તેમની નોકરી જતી રહી હતી. એક ભારતીય ટીમના ૨૮માંથી ૧૦ સભ્યોને હટાવવામાં આવ્યા હતા. આ છટણી માત્ર જુનિયર કર્મચારીઓ પૂરતી મર્યાદિત નહોતી, પરંતુ સિનિયર ડિરેકટર્સ, એન્જિનિયરિંગ મેનેજર્સ અને વર્ષાેથી કંપની સાથે જાેડાયેલા કર્મચારીઓ પણ તેની ઝપેટમાં આવ્યા હતા.ભારતમાં ફૈજચના બેંગલુરુ, મુંબઈ, ચેન્નાઈ અને હૈદરાબાદમાં મોટા ટેકનોલોજી અને કોર્પાેરેટ સેન્ટર્સ છે. કંપનીમાં ભારતમાં ૩,૫૦૦થી વધુ કર્મચારીઓ કામ કરતા હતા. છટણીમાં ટેકનોલોજી અને પ્રોડક્ટ ટીમના સૌથી વધુ કર્મચારીઓને અસર થઈ છે. કંપનીના સીઈઓએ કહ્યું કે, કંપનીની સ્ટ્રેર્જીમાં એઆઈ કેન્દ્રસ્થાને છે. કંપની એઆઈ ટૂલ્સની સાથે સાથે એજેન્ટિંક એઆઈ તરફ આગળ વધી રહી છે.





