(નીડર, નિષ્પક્ષ,તટસ્થ છગનલાલ મેવાડા) સુરત.
દેશના લખનઉ-કાનપુર એક્સપ્રેસવેનું હજી ૧૩ જુલાઈએ જ ઉદ્દઘાટન થયું હતું. જોકે પહેલા ૨૦ દિવસમાં જ પાંચ વાર રસ્તો ઘસી જવાની ગંભીર ઘટનાઓ ઘટતા નેશનલ હાઈવેઝ ઓથોરીટી ઓફ ઈન્ડિયા(NHAI) એ રોડ નિર્માણ કરનારી કંપનીને તાત્કાલિક રોડ- રિપેરિંગ નું કામ કરવા નિર્દેશ કર્યો હતો. એટલું જ નહીં જ્યાં સુધી આ હાઇવે રીપેર ના થઈ જાય ત્યાં સુધી એને ટોલ-ફ્રી રાખવાની જાહેરાત પણ થઈ હતી.
હવે આ રોડનું સમારકામ તડામાર ચાલી રહ્યું છે. જોકે રિપેરિંગ પછી રોડ ઝડપથી સુકાય એ માટે એ જગ્યાએ ટેબલ-ફેન ગોઠવ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર હાલ તો વાઇરલ થતાં તંત્રી સામે સવાલો ઊભા થયા છે.





