કીર્તિએ સિમ્પલ અને સોફિસ્ટિકેટેડ ગ્રે ટેલરિંગ લૂક પસંદ કર્યાે મિલાન ફેશન વીકમાં કીર્તિ સુરેશનો સ્ટાઇલિશ ડેબ્યુ કીર્તિના લૂકમાં ગ્રે સ્લીવલેસ ટેલર્ડ વેસ્ટ સાથે સફેદ શર્ટ અને વાઇડ-લેગ ગ્રે ટ્રાઉઝરનો સમાવેશ હતો નેશનલ એવોર્ડ વિજેતા અભિનેત્રી કીર્તિ સુરેશે મિલાન ફેશન વીકમાં ડેબ્યુ કર્યું છે. મિલાનમાં યોજાયેલા જ્યોર્જિયો અરમાનીના શોમાં હાજરી આપીને તેણે ઇટાલિયન ફેશન હાઉસ સાથેની પોતાની પહેલી હાજરી નોંધાવી હતી. આ પ્રસંગે કીર્તિએ સિમ્પલ અને સોફિસ્ટિકેટેડ ગ્રે ટેલરિંગ લૂક પસંદ કર્યાે હતો.કીર્તિના લૂકમાં ગ્રે સ્લીવલેસ ટેલર્ડ વેસ્ટ સાથે સફેદ શર્ટ અને વાઇડ-લેગ ગ્રે ટ્રાઉઝરનો સમાવેશ હતો. ગ્રેના મોનોક્રોમેટિક શેડ્સને કારણે લૂક એલિગન્ટ રહ્યો હતો, જ્યારે સ્ટ્રક્ચર્ડ વેસ્ટ અને સફેદ શર્ટના કૉન્ટ્રાસ્ટે આઉટફિટને અલગ લૂક આપ્યો હતો. પોઇન્ટેડ હીલ્સ સાથે તેણે લૂક પુરો કર્યાે હતો. કિર્તીએ એક્સેસરીઝ પણ મિનિમલ રાખી હતી. નેટ અપડૂ, હળવી જ્વેલરી અને નેચરલ મેકઅપ સાથે તેણે સમગ્ર લૂકને સિમ્પલ રાખ્યો હતો, જેથી ટેલરિંગ આઉટફિટ જ મુખ્ય આકર્ષણ બની રહ્યો.જ્યોર્જિયો અરમાનીના શોમાં કીર્તિની મુલાકાત ક્રિએટિવ ડિરેક્ટર સિલવાના અરમાની સાથે પણ થઈ હતી. બંને શો દરમિયાન સાથે જાેવા મળ્યાં હતાં. મિલાન પહેલાં કીર્તિ ટોરોન્ટો ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ડોરોથીના વર્લ્ડ પ્રીમિયરમાં હાજર રહી હતી. ત્યાં તેણે કરણ તોરાનીની બર્ગન્ડી અને એન્ટિક-ગોલ્ડ કાંજીવરમ-પ્રેરિત સાડી પહેરી હતી. અમી પટેલે સ્ટાઇલ કરેલાં આ લૂક સાથે પરંપરાગત કેરળ જ્વેલરીએ તેના ભારતીય મૂળની ઝલક આંતરરાષ્ટ્રીય રેડ કાર્પેટ પર રજૂ કરી હતી.




