રનવીરે જિમમાંથી શેર કરેલી તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ રનવીરે શર્ટલેસ ફોટો શેર કરીને ટોન્ડ ફિઝિકની ઝલક આપી તાજેતરમાં રનવીર અને દીપિકા પાદુકોણે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બીજી પુત્રીનું સ્વાગત કર્યું હતું રનવીર સિંહે સોશિયલ મીડિયા પર શેર કરેલી નવી શર્ટલેસ તસવીરથી ફરી ધ્યાન ખેંચ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલી આ તસવીરોમાં તે જિમમાં પોઝ આપતો જાેવા મળે છે. હાથમાં શેકર બોટલ, પાછળ તરફ કરેલા વાળ અને દાઢીવાળા લુકમાં રનવીરનો રગ્ડ અવતાર જાેવા મળે છે. તસવીર પરથી તે પોતાના ફિટનેસ રૂટિનમાંથી જ શેર કરેલી હોવાનું જણાય છે.રનવીરની આ પોસ્ટ પર સોશિયલ મીડિયા પર ફેન્સ અને ફોલોઅર્સે વિવિધ પ્રતિક્રિયાઓ આપી છે. જાેકે, રનવીર માટે ૨૦૨૬ અંગત અને વ્યાવસાયિક બંને રીતે વ્યસ્ત રહ્યું છે.કામની વાત કરવામાં આવે તો રનવીર ધુરંધર ળેન્ચાઇઝીની સફળતા સાથે ચર્ચામાં રહ્યો છે. બંને ફિલ્મોએ મળીને વિશ્વભરમાં ૩,૦૦૦ કરોડની કમાણીનો આંકડો પાર કર્યાે છે. આ સાથે ળેન્ચાઇઝી દ્વારા આ માઇલસ્ટોન હાંસલ કરનારી પ્રથમ ભારતીય ફિલ્મ ળેન્ચાઇઝી બન્યાનો દાવો કરવામાં આવ્યો છે. ફિલ્મોમાં રનવીરે હમઝા અને જસકીરત જેવા અલગ-અલગ શેડ્સ ધરાવતા પાત્રો ભજવ્યાં છે.વ્યક્તિગત જીવનમાં પણ રનવીર અને દીપિકા પાદુકોણે ૧૯ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ બીજી પુત્રીનું સ્વાગત કર્યું હતું. દંપતી હવે બે પુત્રીઓના માતા-પિતા બન્યાં છે.દરમિયાન, રનવીરે આગામી ફિલ્મ પ્રલયનું શૂટિંગ શરૂ કરી દીધું છે. જય મહેતા દિગ્દર્શિત આ એક્શન થ્રિલરથી તે નિર્માતા તરીકે પણ નવી જવાબદારી સંભાળી રહ્યો છે. ૨૦૨૬માં ધુરંધરની સફળતા, પરિવારની નવી ખુશી અને નિર્માતા તરીકેની નવી ભૂમિકા વચ્ચે હવે રનવીરના ફિટનેસ ફોટોઝ પણ તેના સોશિયલ મીડિયા અપડેટ્સમાં ઉમેરાયા છે.




