લંચબોક્સથી જાણીતા રિતેશ બત્રાની ફિલ્મમાં દેખાશે સૈફ અને પ્રિયંકા પહેલીવાર સાથે કોઈ ફિલ્મ કરે તેવી સંભાવના રિતેશ બત્રાએ છેલ્લે નવાઝુદ્દિન સિદ્દિકી તથા સાન્યા મલ્હોત્રા સાથે ૨૦૧૯માં ‘ફોટોગ્રાફ’ ફિલ્મ બનાવી હતી પ્રિયંકા ચોપરા તથા સૈફ અલી ખાન દાયકાઓથી બોલિવૂડમાં સક્રિય હોવા છતાં તેમણે હિરો હિરોઈન તરીકે કોઈ ફિલ્મ સાથે કરી જ નથી. હવે તેઓ પહેલીવાર એક ફિલ્મમાં સાથે આવે તેવી સંભાવના છે.‘લંચબોક્સ’ ફિલ્મથી જાણીતા રિતેશ બત્રા એક આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. તેમાં સૈફ અને પ્રિયંકા સ્ક્રીન શેર કરશે તેમ કહેવાય છે.ભૂતકાળમાં પ્રિયંકા અને સૈફ કોઈ ફિલ્મ સાથે કરી રહ્યા હોય તેવું અનેકવાર ચર્ચાયું છે. પરંતુ વાસ્તવમાં તેમનું કોલબરેશન કોઈને કોઈ કારણોસર ટળતું જ રહ્યું હતું. એકવાર તો પ્રિયંકાએ ખુદ પોતે સૈફ સાથે કેમ ક્યારેય કોઈ ફિલ્મ ન કરી તેનું આશ્ચર્ય પ્રગટ કર્યુું હતું.રિતેશ બત્રાએ છેલ્લે નવાઝુદ્દિન સિદ્દિકી તથા સાન્યા મલ્હોત્રા સાથે ૨૦૧૯માં ‘ફોટોગ્રાફ’ ફિલ્મ બનાવી હતી.તે પછી તેઓ આ ફિલ્મ બનાવી રહ્યા છે.




