MY-CGHS: કેન્દ્ર સરકારે નાગરિકોને તેમના સ્વાસ્થ્ય યોજનાના રેકોર્ડ્સ સુધી સરળતાથી પહોંચ આપવા માટે એક નવી એપ લોન્ચ કરી છે. ‘MyCGHS’ નામની આ એપ હાલમાં ફક્ત iOS યુઝર્સ માટે જ ઉપલબ્ધ છે. આના દ્વારા સરકાર સ્વાસ્થ્ય યોજનાના લાભાર્થીઓને ઈલેક્ટ્રોનિક હેલ્થ રેકોર્ડ્સ, માહિતી અને સંસાધનો ઉપલબ્ધ કરાવશે. ઉપભોક્તાઓની ગોપનીયતા માટે એપમાં સુરક્ષા સુવિધાઓ પણ આપવામાં આવી છે.
આ એપ સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રમાં CGHS માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે
‘માય-સીજીએચએસ’ એપ ઓનલાઈન એપોઈન્ટમેન્ટ બુકિંગ અને કેન્સલ કરવી, સીજીએચએસ લેબોરેટરીમાંથી રિપોર્ટ્સ એક્સેસ કરવા, મેડિકલ રિઈમ્બર્સમેન્ટ ક્લેઈમ સ્ટેટસ ચેક કરવા અને નજીકના વેલનેસ સેન્ટર્સ અને પેનલમાં આવેલી હોસ્પિટલો, લેબોરેટરીઓ અને ડેન્ટલ યુનિટ્સ સહિત અનેક પ્રકારની સેવાઓ પૂરી પાડે છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ અપૂર્વ ચંદ્રાએ કહ્યું કે આ એપ સ્વાસ્થ્ય સેવાઓના ક્ષેત્રમાં CGHS માટે ખૂબ જ મહત્વપૂર્ણ પગલું છે. સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા અનુસાર, MyCGHS એપમાં કોઈપણ પેમેન્ટ એપની જેમ ટુ-ફેક્ટર ઓથેન્ટિકેશન અને પિન જેવી સુરક્ષા સુવિધાઓ છે.