Beauty Tips: આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે લોકો નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવાથી સ્કિન વધુ ગ્લોઈંગ અને યુવાન દેખાશે.
દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે, તેનો દેખાવ સુંદર અને આકર્ષક હોય. અમુક ઉંમર પછી ગ્લોઈંગ સ્કિન ફીકી દેખાવા લાગે છે. આજના સમયમાં બદલાતી લાઈફસ્ટાઈલ અને ખાનપાનને કારણે લોકો નાની ઉંમરે જ વૃદ્ધ દેખાવા લાગે છે. લાઈફસ્ટાઈલમાં કેટલાક ફેરફાર કરવાથી સ્કિન વધુ ગ્લોઈંગ અને યુવાન દેખાશે.
લાઈફસ્ટાઈલમાં આ ફેરફાર કરવા જરૂરી
એક્ટીવ રહો
તમારી ત્વચા હંમેશા યુવાન રહે તે તો આ માટે હંમેશા એક્ટીવ રહો. સતત એક્ટિવ રહેવાથી તમારી ત્વચાની સાથે સાથે શરીર પણ તંદુરસ્ત રહે છે. આ દરરોજ વોકિંગ, યોગા, કસરત કરવી જોઈએ. વધુ પડતો આરામ કરવાથી ત્વચા પર નકારાત્મક અસર થાય છે.
પાણીનું વધુ સેવન
ત્વચા યુવાન અને ચમકદાર રહે તે માટે દિવસમાં ઓછામાં ઓછું 5-7 ગ્લાસ પાણી પીવું જોઈએ. શિયાળામાં તરસ ન લાગવાને કારણે લોકો પાણી ઓછું પીવે છે, જેની અસર ત્વચા દેખાય છે.
હેલ્ધી ફૂડ
હેલ્ધી બોડી માટે હેલ્ધી ફૂડનું સેવન કરવું જરૂરી છે. તળેલો ખોરાક ખાવાથી શરીરની સાથે સાથે ત્વચા પર પણ ખરાબ અસર પડે છે. જો તમે વધુ સમય સુધી હેલ્ધી દેખાવા માંગો છો, તો આહારમાં એન્ટી-ઓક્સિડેન્ટ, ફાઈબર, પ્રોટીન અને મિનરલ્સથી ભરપૂર ફૂડ શામેલ કરવું જોઈએ. ફળો અને શાકભાજીનું વધુ સેવન કરવું જોઈએ.
સ્કિન કેયર
ત્વચા યુવાન રહે તે માટે ડાયટનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. સ્કિન કેયર લાઈફસ્ટાઈલમાં કેટલીક ખાસ બાબતોનો સમાવેશ કરવો જોઈએ. સ્કિન કેયર માટે મોઈશ્ચરાઈઝિંગ, ક્લીન્ઝિંગ કરવું જરૂરી છે.
સ્ટ્રેસ ઓછો લેવો
સ્ટ્રેસના કારણે આરોગ્ય પર ગંભીર અસર થાય છે. તણાવના કારણે શારીરિક અને માનસિક નુકસાન થાય છે. તણાવમુક્ત રહેવાથી શરીર સંપૂર્ણપણે તંદુરસ્ત રહે છે. ઉપરાંત શરીરમાં એવા હોર્મોન્સ રિલીઝ થાય છે જે ત્વચા માટે હેલ્ધી માનવામાં આવે છે.