
Beauty Tips: ત્વચાને સુંદર, સોફ્ટ અને હેલ્ધી બનાવવા માટે શક્ય હોય ત્યાં સુધી નેચરલ વસ્તુઓનો જ ઉપયોગ કરવો જોઈએ. દાદી નાનીના નુસખામાં પણ સ્કીન કેર માટે ઘરેલુ વસ્તુઓનો ઉપયોગ કરવા પર ભાર મૂકવામાં આવે છે. ત્વચાને સુંદર બનાવી હોય તો રસોડામાં રહેલી હળદર, ઘરમાં ઉગાડેલું એલોવેરા, ટામેટા અને ચણાના લોટ જેવી વસ્તુઓ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. ટૂંકમાં કહીએ તો ત્વચાને સુંદર બનાવવાથી લઈને ત્વચાની સમસ્યા દૂર કરવાની દરેક વસ્તુ ઘરમાં જ ઉપલબ્ધ હોય છે. બસ એ વાતની જાણકારી હોવી જરૂરી છે કે કઈ વસ્તુનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ. આજે તમને ચણાના લોટના ઉપયોગ વિશે જણાવીએ.
ચણાનો લોટ ત્વચા માટે ખૂબ જ ગુણકારી છે. ચણાના લોટનો ઉપયોગ કરવાથી ત્વચાની ઘણી બધી સમસ્યાઓ ઓછી થઈ જાય છે. ચણાના લોટનો ઉપયોગ ફેસપેક બનાવવાથી લઈને નહાવામાં પણ કરી શકાય છે. જો નહાવામાં તમે ચણાના લોટનો ઉપયોગ કરો છો તો ત્વચાને ઘણા બધા ફાયદા થાય છે. ખાસ તો ત્વચાની 5 સમસ્યા એવી છે જેને ચણાનો લોટનો ઉપયોગ કરીને તુરંત દૂર કરી શકાય છે.
ચણાના લોટથી નહાવાથી થતા ફાયદા
ખીલ – ચણાના લોટથી નહાવાથી ખીલ અને એકનેની સમસ્યા હોય તો દૂર થાય છે. અને ન હોય તો થાતી પણ નથી.