
શર્વરીએ આલિયા ભટ્ટ સાથે કામ કરવાનો અનુભવ જણાવ્યો.આલિયા મારા મહત્વનો અહેસાસ કરાવે છે અને બહુ પ્રેમ કરે છે : શર્વરી.વેદાંગ રૈનાએ પણ આલિયા ભટ્ટના બહુ વખાણ કર્યા હતા. ખાસ કરીને લોકો પ્રત્યે તે જે હુંફ દર્શાવે છે તે અંગે વખાણ કર્યા હતા.યશરાજની ઓલ વીમેન સ્પાય ફિલ્મ આલ્ફાની રિલીઝ પહેલાં શર્વરી વાઘ અને વેદાંગ રૈનાએ એક ઇન્ટરવ્યુમાં આલિયા ભટ્ટ સાથેના પોતાના જાેડાણ વિશે વાત કરી અને આલિયાના વર્તનમાં હુંફ, પ્રોત્સાહન અને સહકાર માટે દિલથી પ્રશંસા વ્યક્ત કરી.જેમ જેમ વેદાંગ અને શર્વરીની ઇમ્તિઆઝ અલીની મૈં વાપસ આઉંગા અંગે ઉત્સુકતા વધી રહી છે, તેમ શર્વરી અને વેદાંગે દિગ્દર્શક ઇમ્તિઆઝ અલીની આગામી ફિલ્મમાં પહેલી વાર સાથે કામ કરવાનો અનુભવ શેર કર્યાે. આ ફિલ્મમાં દિલજિત દોસાંજ પણ મહત્વના રોલમાં છે અને શર્વરી તથા વેદાંગ માટે માત્ર એકબીજા સાથે જ નહીં, પરંતુ ઇમ્તિયાઝ અલી સાથે પણ આ પ્રથમ ફિલ્મ છે.ઇન્ટરવ્યુ દરમિયાન શર્વરીએ કહ્યું કે તેની અને વેદાંગ વચ્ચે કોઈ સૌથી મજબૂત સામાન્ય બાબત હોય તો એ આલિયા ભટ્ટ છે. વેદાંગે જિગરામાં આલિયાના ભાઈ તરીકે સ્ક્રીન શેર કરી હતી, ત્યારે શર્વરી હવે આલ્ફામાં તેની સાથે કામ કરી રહી છે. આલિયા વિશે વાત કરતાં શર્વરીએ કહ્યું, “ખરેખર, અમે આલિયા વિશે ઘણી વાતો કરી છે. અમને બંનેને તે ખૂબ ગમે છે. સૌપ્રથમ તો તે એક અદ્ભુત વ્યક્તિ છે અને સાથે જ એક શાનદાર એક્ટર પણ છે. હું હંમેશા આલિયાથી પ્રભાવિત રહી છું અને તેની મોટી પ્રશંસક રહી છું. તેની સાથે કામ કરવું, સ્ક્રીન શેર કરવી અને આલ્ફા જેવી ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવી મારા માટે ખૂબ જ મહત્વની છે. માત્ર તેની સાથે એક જ જગ્યા પર રહીને તેની પાસેથી શીખવું પણ અમૂલ્ય અનુભવ છે.”શર્વરીએ વધુમાં જણાવ્યું કે મૈં વાપસ આઉંગાની જાહેરાત થયા પછી આલિયાએ તેને વ્યક્તિગત રીતે મેસેજ મોકલ્યો હતો. તે મેસેજને યાદ કરતાં તેણે કહ્યું, “તે ખરેખર એક પ્રોત્સાહન આપે એવી વ્યક્તિ છે. ફિલ્મની જાહેરાત થયા બાદ તરત જ તેણે મને મેસેજ કર્યાે હતો અને કહ્યું હતું, ‘તું અને વેદાંગ તમારા કૅરિયરના આ તબક્કે ઇમ્તિયાઝ સરની ફિલ્મ કરી રહ્યા છો તે બાબતે હું ખૂબ ઉત્સાહિત છું. જ્યારે તમે પોતાની જાતને શોધી રહ્યા હો અને નવા હો, ત્યારે ઇમ્તિયાઝ સર જેવા દિગ્દર્શક સૌથી શ્રેષ્ઠ હોય છે; તેઓ તમને આ શોધમાં મદદ કરશે.’ તે સમયે મને તેનો અર્થ સમજાયો નહોતો, પરંતુ હવે સમજાય છે કે તે શું કહેવા માગતી હતી.”વેદાંગ રૈનાએ પણ આલિયા ભટ્ટના બહુ વખાણ કર્યા હતા. ખાસ કરીને લોકો પ્રત્યે તે જે હુંફ દર્શાવે છે તે અંગે વખાણ કર્યા હતા. આલિયા સાથે કામ કરનારા લોકોના અનુભવો અને પોતાની વાતચીતને યાદ કરતા વેદાંગે કહ્યું, “મને લાગે છે કે ઇમ્તિયાઝ સર અને જે કોઈએ પણ તેની સાથે કામ કર્યું છે, તેમનો હંમેશા ખૂબ સારા અનુભવ રહ્યો છે. અમે પણ એ જ બાબતે વાત કરી હતી કે તમે એમની સાથે એવું અનુભવો છો કે તે કેટલી સુંદર વ્યક્તિ છે. અભિનય તો બિલકુલ અદ્ભુત છે, કારણ કે તે આલિયા ભટ્ટ છે, પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે તમને તેની સાથે ખુબ સારો અનુભવ થાય છે. તે તમને મહત્વના છો એવો અનુભવ કરાવશે અને તમારી સાથે ઘણી પ્રેમથી વર્તશે છે અને ઘણીવાર પોતે આગળ વધીને બધું સંભાળે છે.”





