
રાકેશ બેદીએ ડેવિડ ધવનના “ચાલ બદલ ગઈ હૈ” નિવેદન પર કહ્યું -“આની મને કોઈ ખાસ અસર નથી થતી”.એક ઇન્ટરવ્યુ દરમિયાન ડેવિડ ધવને રાકેશ બેદી સાથેની પોતાની દાયકાઓ જૂની મિત્રતા વિશે પ્રેમથી વાત કરી હતી.એક ઇન્ટરવ્યુ દરમિયાન ડેવિડ ધવને રાકેશ બેદી સાથેની પોતાની દાયકાઓ જૂની મિત્રતા વિશે પ્રેમથી વાત કરી હતી.પીઢ કલાકાર રાકેશ બેદી અત્યાર સુધી ફિલ્મો અને ટીવીમાં કેટલાક લોકપ્રિય તો કેટલાક નાના-મોટા રોલ કરતા રહ્યા છે. પરંતુ છેલ્લી બે ધુરંધર ફિલ્મોથી તે ખુબ લોકપ્રિય થયા છે અને ખાસ તો સોશિયલ મીડિયા પર તેમના મીમ્સ વાયરલ થયા હતા. તેથી ફિલ્મમેકર ડેવિડ ધવને થોડાં વખત પહેલા રાકેશ બેદી “બદલાઈ ગયા” હોવાનું કહ્યું હતું. ડેવિડ ધવને મજાકમાં કહ્યું હતું કે લાંબા સમય બાદ મળેલી લોકપ્રિયતા પછી બેદીની “ચાલ બદલાઈ ગઈ છે”. આ નિવેદન પર રાકેશ બેદીએ નમ્રતાથી જવાબ આપ્યો છે કે સફળતા અને નિષ્ફળતા ક્યારેય તેમના સ્વભાવને બદલી શકી નથી.તાજેતરમાં એક ઇન્ટરવ્યુ દરમિયાન ડેવિડ ધવને રાકેશ બેદી સાથેની પોતાની દાયકાઓ જૂની મિત્રતા વિશે પ્રેમથી વાત કરી હતી. તેઓ પોતાની આગામી ફિલ્મ હૈ જવાની તો ઇશ્ક હોના હૈમાં બેદીની ભૂમિકાની ચર્ચા કરી રહ્યા હતા. દર્શકોમાં બેદીને મળી રહેલી નવી પ્રશંસા અંગે વાત કરતાં ધવને કહ્યું હતું, “અમારી મિત્રતા ૫૦ વર્ષ જૂની છે. તેણે મારી ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. આ ફિલ્મમાં પણ તે છે. મેં તેને કહ્યું હતું, ‘પચાસ વર્ષ પહેલાં લોકોએ તને ઓળખ્યો નહોતો, હવે તેઓ તને શોધી રહ્યા છે.’ તે એક ઉત્તમ અભિનેતા છે, તે હંમેશાં સારો અભિનેતા રહ્યો છે.” તેમણે બદલાયેલી બોડી લેંગ્વેજ અંગે પણ મજાક કરી હતી. “તમે તેની અંદરનો ચમકારો અને હવે તે જે રીતે ચાલીને આવે છે તે જાેઈ શકો છો. ‘યાર, તારી ચાલ બદલ ગઈ.’ તે મારો ક્લાસમેટ છે, અમે સાથે રેગિંગનો સામનો પણ કર્યાે હતો.” ધવને ઉમેર્યું હતું.આ અંગે તાજેતરના એક ઇન્ટરવ્યુમાં રાકેશ બેદીએ કહ્યું કે લોકો માને છે કે તેઓ બદલાઈ ગયા છે કે નહીં, તે બાબતે તેઓ વધુ વિચારતા નથી. બેદીએ કહ્યું, “કોણ બદલાયું અને કોણ નહીં, તે વિશે હું બહુ વિચારતો નથી. લોકો બદલાય છે અને એ ઠીક છે. મને ખબર છે કે હું કોણ છું.” પોતાની કૅરિયરના મુશ્કેલ સમય વિશે વાત કરતા કબીર બેદીએ જણાવ્યું કે, “મેં જીવનમાં ઘણા ઉતાર-ચઢાવ જાેયા છે. દરેક અભિનેતાની જેમ, હું પણ એવા સમયમાંથી પસાર થયો છું જ્યારે મારી પાસે કામ નહોતું અને હું ખાલી બેઠો હતો. હકીકતમાં, મેં તેનાથી પણ વધુ મુશ્કેલ દિવસો જાેયા છે. પરંતુ આમાંથી કંઈ પણ મને ખાસ અસર કરતું નથી. જીવનમાં ખરાબ સમય આવે કે બધું સારું ચાલે, હું એ જ વ્યક્તિ બની રહેવાનો પ્રયાસ કરું છું. હું સફળતા કે નિષ્ફળતાને મને બદલવા દેતો નથી.”





