Lok Sabha Election : લોકસભા ચૂંટણી અંતર્ગત ગુજરાતમાં આજે 25 લોકસભા બેઠક પર મતદાન થયું.સાંજે 6 વાગ્યા સુધીમાં સરેરાશ 55 ટકાથી વધુ મતદાન થયું છે. આ દરમિયાન અમદાવાદના ધોળકાથી મોટા સમાચાર સામે આવ્યા છે.
ઉતેલિયા સ્ટેટના યુવરાજનું નામ મતદારયાદીમાંથી નામ ગાયબ
ધોળકાના ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાનું નામ મતદારયાદીમાંથી ગાયબ થઈ ગયું છે. તેઓ જયારે મતદાન કરવા મતદાન મથકે ગયા ત્યારે તેમનું નામ મતદારયાદીમાં ન હોવાનું કહેવામાં આવ્યું હતું, જેને કારણે તેઓ મતદાન કરી શક્ય ન હતા.
તંત્રએ જાણી જોઈને નામ હટાવ્યું – ભગીરથસિંહ
ઉતેલિયા સ્ટેટના યુવરાજ ભગીરથસિંહ વાઘેલાને ત્યાં મતદાનની સ્લીપ આવી ન હતી. તેઓ ઊતેલિયા ગામની શાળામાં મતદાન કરવાં ગયા ત્યારે તેમનું નામ મતદારયાદીમાં ન હતું અને ફરજ પરના કર્મચારી એ જણાવ્યુ હતું કે તેઓ મતદાન નહીં કરી શકે. આ બાબતે ભગીરથસિંહ વાઘેલાએ કલેકટર, પ્રાંત અધિકારી સહિત અન્ય અધિકારીઓને જાણ કરી છે. તેમણે આક્ષેપ કર્યા કે રાજ્યમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિય સમાજનું આંદોલન ચાલે છે જેના કારણે જાણી જોઈને તંત્રએ તેમનું નામ મતદારયાદીમાંથી ગાયબ કર્યુ છે.
ક્યાં કારણથી ભગીરથસિંહનું નામ ગાયબ થયું?
મતદારયાદી અપડેટ થાય એના માટે ચૂંટણી પંચ ચૂંટણી પહેલા અનેક વાર ‘મતદારયાદી સુધારણા કાર્યક્રમ’ કરે છે. મતદારયાદીમાંથી મતદારનું નામ ગાયબ થવાના ઘણા કારણો હોઈ શકે છે. પણ વર્ષોથી એક જ જગ્યાએ રહેતા મતદારનું નામ મતદારયાદીમાંથી કેમ ગાયબ થયું એનો જવાબ તો ચૂંટણી અધિકારી જ આપી શકે.