
પાકિસ્તાન ક્રિકેટ ટીમ હાલમાં ન્યુઝીલેન્ડના પ્રવાસે છે, જ્યાં 5 મેચની T20 શ્રેણી રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડે પહેલી બે મેચમાં પાકિસ્તાનને હરાવીને શ્રેણીમાં 2-0થી લીડ મેળવી હતી. ત્રીજી મેચ 21 માર્ચે રમાઈ હતી. આ મેચમાં પાકિસ્તાને શાનદાર વાપસી કરી અને મેચ જીતી લીધી. આ મેચમાં પાકિસ્તાનના હસન નવાઝે સદી અને કેપ્ટન સલમાન અલી આગાએ અડધી સદી ફટકારીને કિવી ટીમને કચડી નાખી હતી.
હસન નવાઝની શાનદાર સદી
ઓપનિંગ બેટ્સમેન તરીકે હસન નવાઝે શાનદાર પ્રદર્શન કર્યું. તેણે ન્યુઝીલેન્ડ સામે વિસ્ફોટક બેટિંગ કરી અને સદી ફટકારી. તેની સદીની ઇનિંગ્સને કારણે, પાકિસ્તાન ત્રીજી મેચ સરળતાથી જીતવામાં સફળ રહ્યું. હસને ત્રીજી મેચમાં અજાયબીઓ કરી. તેણે માત્ર 44 બોલમાં પોતાની સદી પૂરી કરી.
તેણે ૪૫ બોલમાં ૧૦૫ રનની શાનદાર ઇનિંગ રમી, જેમાં ૧૦ ચોગ્ગા અને ૩ છગ્ગાનો સમાવેશ થાય છે. ખાસ વાત એ છે કે આ પહેલા હસન પાકિસ્તાન માટે ફક્ત 2 ટી-20 મેચ રમ્યો હતો. પરંતુ તે બંને મેચમાં પોતાનું ખાતું પણ ખોલાવી શક્યો નહીં. પરંતુ તેણે ત્રીજી મેચમાં સદી ફટકારી.
હસન નવાઝ કોણ છે?
૨૨ વર્ષીય હસનનો જન્મ ૨૧ ઓગસ્ટ ૨૦૨૧ના રોજ પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં થયો હતો. અત્યાર સુધી તેણે ફક્ત ત્રણ ટી20 મેચમાં પાકિસ્તાનનું પ્રતિનિધિત્વ કર્યું છે. અત્યાર સુધીમાં નવાઝે ૧૦૫ રન બનાવ્યા છે. જો આપણે તેના ઘરેલુ કારકિર્દી પર નજર કરીએ તો, તેણે અત્યાર સુધીમાં 11 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 29.35 ની સરેરાશથી 587 રન બનાવ્યા છે. જ્યારે 5 લિસ્ટ A મેચોમાં તેના બેટમાંથી 120 રન આવ્યા છે. જ્યારે 23 સ્થાનિક T20 મેચોમાં નવાઝે 21.39 ની સરેરાશથી 492 રન બનાવ્યા છે. ઘરેલુ ટુર્નામેન્ટમાં સતત સારા પ્રદર્શન બાદ, તેને ન્યુઝીલેન્ડ સામેની પાંચ મેચની T20 શ્રેણીમાં પાકિસ્તાન ટીમમાં રમવાની તક મળી.
આ હતી મેચની સ્થિતિ
પ્રથમ બેટિંગ કરતા, ન્યુઝીલેન્ડે ૧૯.૫ ઓવરમાં ૧૦ વિકેટ ગુમાવીને ૨૦૪ રન બનાવ્યા, જેના જવાબમાં પાકિસ્તાને ૧૬ ઓવરમાં ૧ વિકેટ ગુમાવીને ૨૦૭ રન બનાવીને મેચ જીતી લીધી. હવે પાકિસ્તાન 5 મેચની T20 શ્રેણીમાં 2-1 થી પાછળ છે.




