
યુક્રેન સામે યુદ્ધ શરૂ કરનારા રશિયાએ હવે પોલેન્ડની ચિંતા વધારી છે.
રશિયાનાં ૧૦થી વધુ ડ્રોન પોલેન્ડમાં ઘૂસ્યાં, તમામ ડ્રોન તોડી પડાયાનો લશ્કરનો દાવા.ડ્રોનની સાથે હાનિકારક વસ્તુઓ નંખાયાની આશંકાએ પોલેન્ડના લશ્કરે ક્રેશ સાઈટ્સની ચકાસણી કરી. યુક્રેન સામે યુદ્ધ શરૂ કરનારા રશિયાએ હવે પોલેન્ડની ચિંતા વધારી છે. ‘નાટો’ના સભ્ય રાષ્ટ્ર પોલેન્ડના જણાવ્યા મુજબ, બુધવારે વહેલી સવારે રશિયાના ૧૦થી ડ્રોન પોલેન્ડની સરહદમાં ઘૂસી આવ્યા હતા. સૈન્ય સાબદું હોવાના કારણે આ તમામ ઘૂસણખોર ડ્રોનને તોડી પડાયા હોવાનો દાવો પોલેન્ડ દ્વારા કરાયો છે. પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્કે સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે, ગત રાત્રિએ અનેક રશિયન ડ્રોને પોલિશ એરસ્પેસનો ભંગ કર્યાે હતો. દેશ માટે સીધું જાેખમ ઊભું કરી રહેલા ડ્રોનને તોડી પડાયા હતા. મંગળવારની રાત્રે અને બુધવારે વહેલી સવારે પોલિશ સેના એલર્ટ મોડમાં રહી હતી. સંરક્ષણ મંત્રી વાલ્ડીસ્લો કોસિનિઆક-કેમીઝની એક્સ પોસ્ટમાં જણાવાયું હતું કે, ૧૦થી વધુ ડ્રોન પોલિશ સરહદમાં ઘૂસ્યા હતા અને તમામને તોડી પડાયા હતા. વોર્સાે એરપોર્ટ પર કલાકો સુધી ફ્લાઈટ સ્થગિત કરી દેવાઈ હતી.
ડ્રોનની સાથે હાનિકારક પદાર્થાે પોલેન્ડમાં ઠલવાયા હોવાની આશંકા સાથે પોલિશ સેનાએ ક્રેશ સાઈટ્સની ચકાસણી શરૂ કરી હતી. આ સાથે નાગરિકોને પણ કોઈ શંકાસ્પદ વસ્તુને સ્પર્શ ન કરવા સૂચના અપાઈ હતી.યુક્રેન પર હુમલા દરમિયાન રશિયન ડ્રોન અગાઉ પણ પોલેન્ડની સરહદમાં ઘૂસી ગયા હોવાનો દાવો કરાયો છે. આ પ્રકારની હરકતોથી રશિયા દ્વારા ઉશ્કેરણી થતી હોવાનો દાવો પોલેન્ડે કર્યાે હતો. રશિયાએ યુક્રેનના પશ્ચિમી ખેમલનીટ્સ્કિ પ્રાંતમાં બુધવારે ડ્રોન હુમલા કર્યા હતા. જેમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા અને ફેક્ટરી, મકાનોને નુકસાન પહોંચ્યુ હતું. ઝીટોમીર પ્રાંતમાં રશિયન હુમલાથી એકનું મોત થયુ હતું. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં પોલેન્ડ પણ નિશાન બન્યું હોવાનું ધ્યાનમાં આવતા ટ્રમ્પ તરત વચ્ચે કૂદી પડ્યા હતા.




