
બંગાળથી લઈ ભૂટાન સુધી અનુભવાયા આંચકા આસામમાં અફઘાનિસ્તાન જેટલી તીવ્રતાનો ભૂકંપ આવ્યો ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી.
રવિવારે અચાનક ધરતી ધ્રુજવા લાગતાં આસામના લોકો ગભરાઈ ગયા હતા. રાજ્યના ઉદલગુરી નજીક ભૂકંપનો જાેરદાર આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૮ માપવામાં આવી હતી. ભૂકંપ એટલો જાેરદાર હતો કે આસામની સાથે ભૂટાનથી પશ્ચિમ બંગાળ સુધીના કેટલાક વિસ્તારો પણ હચમચી ગયા હતા. ભૂકંપને કારણે અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. ખાસ વાત એ છે કે તાજેતરમાં અફઘાનિસ્તાનમાં આવેલા ભૂકંપની તીવ્રતા પણ રિક્ટર સ્કેલ પર ૬ માપવામાં આવી હતી, જે ૫.૮ કરતા માત્ર ૨ પોઇન્ટ વધુ છે. આ ભૂકંપમાં ૨૨૦૦ થી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને ઘણા ઘરો નાશ પામ્યા હતા.
આસામના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા શર્માએ જણાવ્યું હતું કે, “આસામમાં આજે ૫.૬ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઉદલગુરી નજીક હતું. અત્યાર સુધી કોઈ મોટા નુકસાન કે જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી. અમે પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છીએ.”
આસામના અધિકારીઓએ જણાવ્યું હતું કે પૂર્વોત્તરના કેટલાક ભાગોમાં ૫.૮ ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા. હાલમાં કોઈ જાનમાલના નુકસાનના સમાચાર નથી.




