
ગુજરાતની ૮ કંપનીઓ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરશેવાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપશેઅમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને અંદાજે ૩૩,૦૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છછત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુ દેવ ૨ દિવસીય ગુજરાત મુલાકાતે છે. તેમણે આજે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર પટેલને શીશ ઝુકાવ્યું હતું, સાથે છત્તીસગઢની ઇન્વેસ્ટર કનેક્ટ ઇવેન્ટ અમદાવાદમાં યોજાઈ હતી. ત્યાં છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાય ઉપસ્થિત રહ્યા હતા અને તેમની ઉપસ્થિતિમાં ગુજરાતની ૮ કંપનીઓએ ૩૩,૦૦૦ કરોડનું રોકાણ કરવાની તૈયારી બતાવી છે. જેમાં વાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરશે, તેવી જાહેરાત થઈ છે.
અમદાવાદમાં યોજાયેલા ઇન્વેસ્ટર કનેક્ટ કાર્યક્રમ દરમિયાન છત્તીસગઢને અંદાજે ૩૩,૦૦૦ કરોડના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાયએ આ ખાસ કાર્યક્રમમાં ઉપસ્થિત રહીને થર્મલ પાવર પ્લાન્ટ, ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ, સોલર સેલ, ફાર્માસ્યુટિકલ્સ અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ્સ જેવા ક્ષેત્રોની અગ્રણી કંપનીઓને ઇન્વેસ્ટમેન્ટ લેટર્સ આપ્યા હતા. આ રોકાણોથી રાજ્યમાં ૧૦,૫૩૨થી વધુ રોજગાર તકો સર્જાશે.
મુખ્યમંત્રી સાયએ અમદાવાદમાં યોજાયેલી ઇન્વેસ્ટર કનેક્ટ બેઠક દરમિયાન દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ અને બિઝનેસ લીડર્સ સાથે છત્તીસગઢમાં રોકાણની સંભાવનાઓ પર ચર્ચા કરી છે. ઉદ્યોગપતિઓને સંબોધતા તેમણે જણાવ્યું કે, તેઓ ઉદ્યોગ, સાહસ અને નવીનતાની ધરતી ગુજરાતમાં આવીને આનંદ અનુભવે છે. ગુજરાતના કણ-કણમાં ઉદ્યોગની ચેતના વસેલી છે અને દુનિયામાં કોઈ એવો ખૂણો નથી જ્યાં મહેનતી ગુજરાતી ભાઈઓની હાજરી ન હોય. ઝ્રસ્ સાયએ કહ્યું હતું કે, ગુજરાત અને છત્તીસગઢ મળીને વિકસિત ભારતના નિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવશે.
મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યુંહતું કે જેમ ગુજરાત દેશ અને વિશ્વની અર્થવ્યવસ્થાને આગળ ધપાવી રહ્યું છે, તેમ જ છત્તીસગઢ પણ ઝડપથી એ જ દિશામાં પ્રગતિ કરી રહ્યું છે. ગુજરાત પાસે ઉદ્યોગ છે, તો છત્તીસગઢ પાસે ઊર્જા, ખનિજ, કુશળ માનવબળ અને રોકાણકાર માટે અનુકૂળ ઔદ્યોગિક નીતિ છે. જે રોકાણકારો માટે એક આશીર્વાદ સમાન છે. ઉદ્યોગનીતિમાં છત્તીસગઢ સરકારે છેલ્લા ૨૨ મહિનામાં ૩૫૦થી વધુ સુધારાઓ કર્યા છે, જેના કારણે રાજ્યમાં ઉદ્યોગ સ્થાપિત કરવાનું વધુ સરળ બન્યું છે. સિંગલ વિન્ડો સિસ્ટમ હેઠળ એનઓસી હવે ઝડપી આપવામાં આવી રહી છે.
નોંધનીય છે કે, અમદાવાદમાં યોજાયેલી ઇન્વેસ્ટર કનેક્ટ બેઠકમાં અત્યાર સુધી છત્તીસગઢને રૂ. ૭.૫ લાખ કરોડથી વધુના રોકાણ પ્રસ્તાવો મળ્યા છે. ગુજરાતની ૮ કંપનીઓ છત્તીસગઢમાં વ્યવસાય કરશે. જેમાં વાડિલાલ ગ્રૂપ છત્તીસગઢમાં ફૂડ પ્રોસેસિંગ યુનિટ સ્થાપિત કરશે. લીઝિયમ લાઇફ સાયન્સિસ પ્રા.લિ. ફાર્માસ્યુટિકલ ઉત્પાદનો અને મેડિકલ ફૂડ સપ્લિમેન્ટ બનાવે છે. આ માટે કંપની રૂ. ૧૦૧ કરોડનું રોકાણ કરશે. ટોરેન્ટ પાવર લિ., અમદાવાદ રૂ. ૨૨,૯૦૦ કરોડની કિંમતથી ૧,૬૦૦ મેગાવોટ થર્મલ પાવર પ્લાન્ટ સ્થાપિત કરશે. જે છત્તીસગઢની ઊર્જા ક્ષમતામાં વધારો કરશે અને ૫,૦૦૦ રોજગાર સર્જશે.
આ ઉપરાંત ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ લિ. રૂ. ૨૦૦ કરોડના રોકાણથી ફાર્માસ્યુટિકલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપશે. ઓનિક્સ થ્રી એનરસોલ પ્રા. લિ. કંપની ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા અને ગ્રીન સ્ટીલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપિત કરશે. આ માટે કંપનીએ રૂ. ૯,૦૦૦ કરોડનું રોકાણ કરશે. માલા ક્રિએશન પ્રા. લિ., સુરતની કંપની ૨ ય્ઉ ક્ષમતા ધરાવતી સોલર સેલ મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થાપિત કરશે. જેમાં ?૭૦૦ કરોડનું રોકાણ અને ૫૦૦ રોજગાર આપશે. મલ્ટી સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ કંપનીએ ૩૦૦ કરોડના રોકાણથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ સ્થાપિત કરશે. સફાયર સેમિકોમ પ્રા. લિ. – આ કંપની સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ક્ષેત્રમાં ૧૨૦ કરોડનું રોકાણ કરશે.




