
માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી.ધો. ૧૦ અને ૧૨ની આગામી પરીક્ષા માટે હેલ્પલાઇન નંબર જાહેર.એક્સપર્ટ કાઉન્સેલર અને સાયકોલોજિસ્ટ આપશે સીધું માર્ગદર્શન, ૨૬ ફેબ્રુઆરીથી શરૂ થતી ધો. ૧૦ અને ૧૨ ની પરીક્ષા માટે બોર્ડ સજ્જ.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યના લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એક અત્યંત રાહતરૂપ અને મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. આગામી ૨૬ February, 2026 થી શરૂ થઈ રહેલી ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ ની મુખ્ય જાહેર પરીક્ષાઓને ધ્યાનમાં રાખીને બોર્ડે વિશેષ ‘હેલ્પલાઇન સેવા‘શરૂ કરવાનો સંવેદનશીલ ર્નિણય લીધો છે. પરીક્ષાના દિવસો નજીક આવતા જ વિદ્યાર્થીઓમાં જાેવા મળતા સ્વાભાવિક ‘પરીક્ષાના ડર‘ અને માનસિક તણાવને દૂર કરવા માટે આ પહેલ કરવામાં આવી છે.
બોર્ડના સચિવ આર.આર. વ્યાસના જણાવ્યા અનુસાર, આ નિ:શુલ્ક ટેલિફોનિક સેવા ૧૨ February, 2026 થી શરૂ થશે અને ૧૮ March, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે. વિદ્યાર્થીઓ, વાલીઓ કે શાળા સંચાલકો સવારે ૧૧:૦૦ છસ્ થી સાંજે ૦૬:૦૦ PM સુધીના સમયગાળા દરમિયાન ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૫૫૦૦ પર કોલ કરીને સીધું માર્ગદર્શન મેળવી શકશે. રજાના દિવસોમાં પણ આ સેવા ચાલુ રહેશે જેથી વિદ્યાર્થીઓને સતત મદદ મળી રહે.
ઘણીવાર વિદ્યાર્થીઓ પરીક્ષાના ડરને કારણે ડિપ્રેશનમાં આવી જતા હોય છે અથવા નાની અમથી મુશ્કેલીમાં પોતાનો આત્મવિશ્વાસ ગુમાવી બેસતા હોય છે. આવા સમયે તેમને યોગ્ય દિશા બતાવવા માટે હેલ્પલાઇન પર વિષય નિષ્ણાતો ઉપરાંત ‘એક્સપર્ટ કાઉન્સેલર‘ અને અનુભવી ‘સાયકોલોજિસ્ટ‘ હાજર રહેશે. આ નિષ્ણાતો વિદ્યાર્થીઓની સમસ્યા સાંભળીને તેમને શાંત કરશે અને યોગ્ય ઉકેલ આપશે.
આ હેલ્પલાઇન દ્વારા વિદ્યાર્થીઓને માત્ર માનસિક હૂંફ જ નહીં, પરંતુ પરીક્ષાલક્ષી ટેકનિકલ માર્ગદર્શન પણ મળશે. કાઉન્સેલરો વિદ્યાર્થીઓને છેલ્લા દિવસોમાં ‘સમયનું આયોજન કેવી રીતે કરવું, યાદશક્તિ વધારવાની ટિપ્સ અને પરીક્ષાખંડમાં પેપર લખવાની પદ્ધતિ વિશે સચોટ માર્ગદર્શન પૂરું પાડશે. વાલીઓ પણ પોતાના બાળકના વર્તનમાં થતા ફેરફાર અંગે અહીં ચર્ચા કરી શકશે.
પરીક્ષાના કાર્યક્રમની વાત કરીએ તો, સતત બીજા વર્ષે બોર્ડની પરીક્ષાઓ પરંપરાગત માર્ચ મહિનાને બદલે ફેબ્રુઆરીના અંતમાં એટલે કે ૧૫ Days વહેલી યોજાઈ રહી છે. સત્તાવાર કાર્યક્રમ મુજબ, ધોરણ-૧૦ (SSC) ની પરીક્ષા ૨૬ February થી ૧૬ March સુધી ચાલશે. જ્યારે ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ (Science) ની પરીક્ષા ૨૬ February થી ૧૩ March સુધી અને સામાન્ય પ્રવાહ ની પરીક્ષા ૧૬ March સુધી ચાલવાની છે.
ઉલ્લેખનીય છે કે, આ તમામ વિદ્યાર્થીઓએ ગત ૭ November, ૨૦૨૫ થી ૬ December, ૨૦૨૫ દરમિયાન બોર્ડની સત્તાવાર વેબસાઇટwww.gseb.org પર ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હતી. હવે જ્યારે પરીક્ષાના આડે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે આ હેલ્પલાઇન વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ સાબિત થશે. બોર્ડે તમામ વિદ્યાર્થીઓને કોઈપણ શૈક્ષણિક કે માનસિક મૂંઝવણ હોય તો સંકોચ રાખ્યા વિના ફોન કરવા અનુરોધ કર્યો છે.
GSEB ની હેલ્પલાઇન સેવા ૧૨ ફેબ્રુઆરી, ૨૦૨૬ થી શરૂ થશે અને ૧૮ માર્ચ, ૨૦૨૬ સુધી કાર્યરત રહેશે.




