
પ્રખ્યાત અભિનેતા ધર્મેન્દ્રનું નિધન થયું છે. તેમણે ૮૯ વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા. તેમના અંતિમ સંસ્કાર મુંબઈના વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા.હી-મેન તરીકે જાણીતા બોલિવૂડના પીઢ અભિનેતા ધર્મેન્દ્રનું ૮૯ વર્ષની વયે અવસાન થયું.
તેમના અંતિમ સંસ્કાર વિલે પાર્લે સ્મશાનગૃહમાં કરવામાં આવ્યા.આ પ્રસંગે તેમના પરિવારના સભ્યો અને અમિતાભ બચ્ચન, સલમાન ખાન, આમિર ખાન, સંજય દત્ત અને અક્ષય કુમાર જેવા મોટા સેલિબ્રિટી હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી ઉંમર સંબંધિત બીમારીઓથી પીડાતા હતા. ૧૦ નવેમ્બરના રોજ તેમને શ્વાસ લેવામાં તકલીફ પડી, ત્યારબાદ તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. ધર્મેન્દ્રને 12 નવેમ્બરના રોજ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને ડોક્ટરોએ તેમને ઘરે જ સારવાર ચાલુ રાખવાની સલાહ આપી હતી.




