
પરિજનોને ૩ અઠવાડિયાથી મળવા ન દીધાજેલમાં કેદ ઈમરાન ખાન અંગે શંકાના વાદળ ઘેરાયાં.ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના ૈંય્ને ફરિયાદ કરી.પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનના સ્વાસ્થ્ય અંગે પાકિસ્તાનમાં અનેક અફવાઓ ચાલી રહી છે. પાકિસ્તાનમાં એવી અફવાઓએ વેગ પકડ્યો છે કે, જેલમાં તેમનું સ્વાસ્થ્ય ઠીક નથી. તો બીજી તરફ પાકિસ્તાનના રાવલપિંડી જેલમાં કેદ ઈમરાન ખાનની હત્યા અંગેની ચર્ચાઓ ઈસ્લામાબાદથી કાબુલ સુધી તેજ બની છે. ઈમરાન ખાનની ત્રણ બહેનોને ૩ અઠવાડિયાથી અદિયાલા જેલમાં ઈમરાન ખાનને મળવા નથી દીધી. ઈમરાન ખાનની બહેનોએ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના IG ફરિયાદ કરી છે.
કોર્ટની પરવાનગી હોવા છતાં રાવલપિંડીની અદિયાલા જેલમાં બંધ ઈમરાન ખાનને તેની ત્રણ બહેનો અને વકીલોને મળવા નથી દેતા. તેમની બહેનો તેમને છેલ્લે મળી હતી તેના ત્રણ અઠવાડિયા વીતી ગયા છે. બહેનોનો આરોપ છે કે ઈમરાન ખાનનું ઠેકાણું અને તેમના સ્વાસ્થ્ય વિશે કોઈ ઓફિશિયલ જાણકારી નથી. ઈમરાનની બહેન નૌરીને અદિયાલા જેલની બહાર પ્રદર્શનકારીઓ પર ‘ક્રૂર હુમલા‘ અંગે પંજાબ પ્રાંતના IG ઔપચારિક ફરિયાદ આપી છે. પીટીઆઈના સમર્થકોનું કહેવું છે કે, જાે ઈમરાન ખાન સ્વસ્થ છે તો તેમની બહેનોને કેમ તેમની સાથે મળવા નથી દેતા. જ્યારે ઈમરાન ખાન સાથે મુલાકાતનો આદેશ કોર્ટે આપ્યો છે. એક અહેવાલ પ્રમાણે કોર્ટમાંથી નીકળતી વખતે ઈમરાન ખાનની બહેન અલીમા ખાનને કસ્ટડીમાં લેવામાં આવી હતી.
પીટીઆઈના ફાઉન્ડર ઈમરાન ખાનની બહેન નૌરીન નિયાઝીએ ગત અઠવાડિયે રાવલપિંડીની આદિયાલા જેલની બહાર પીટીઆઈના પ્રદર્શનકારીઓ પર થયેલા ‘ક્રૂર હુમલા‘ વિરુદ્ધ પંજાબ પોલીસ ઈન્સ્પેક્ટર જનરલ ડૉ. ઉસ્માન અનવરને ઔપચારિક ફરિયાદ આપી છે.
ગત અઠવાડિયે ઈમરાનની બહેનોએ દિયાલા જેલની બહાર ધામા નાખ્યા હતા, જ્યાં કથિત રીતે પીટીઆઈના




