
માત્ર ૧% ની પાસે ૪૦% સંપત્તિ.ભારતમાં અમીર અને ગરીબ વચ્ચેનું અંતર સતત વધી રહ્યું છે.રિપોર્ટના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં શ્રીમંતો વધુ શ્રીમંત બની રહ્યાં છે : દેશમાં સંપત્તિનું વિભાજન અસંતુલિત છે.દેશમાં ધનવાન અને ગરીબ વચ્ચે અંતર સતત વધી રહ્યું છે. આ વાતને લઈને એક રિપોર્ટ સામે આવ્યો છે. લેટેસ્ટ વર્લ્ડ ઇનઇક્વિલિટી રિપોર્ટ ૨૦૨૬ પ્રમાણે ભારતમાં આવકની અસમાનતા દુનિયામાં સૌથી વધુ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે દેશની કુલ સંપત્તિનો મોટો ભાગ ગણતરીના લોકો પાસે છે.
ભારતના ટોપ ૧૦ ટકા ધનવાન લોકોની પાસે આશરે ૬૫ ટકા સંપત્તિ છે, જ્યારે ટોપ ૧ ટકા વસ્તી લગભગ ૪૦ ટકા સંપત્તિ પર માલિકી હક રાખે છે. રિપોર્ટના આંકડા સ્પષ્ટ દર્શાવે છે કે દેશમાં શ્રીમંતો વધુ શ્રીમંત બની રહ્યાં છે. દેશમાં સંપત્તિનું વિભાજન અસંતુલિત છે. વર્લ્ડ ઇનઇક્વિલિટી રિપોર્ટ ૨૦૨૬ને અર્થશાસ્ત્રી લુકાસ ચેંસેલ, રિકાર્ડો ગોમેઝ કારેરા, રોવાઇદા શ્રોમિક અને થોમસ પિકેટ્ટીએ મળીને તૈયાર કર્યો છે. વર્લ્ડ ઇનઇક્વાલિટી રિપોર્ટનો આ ત્રીજાે રિપોર્ટ છે. આ પહેલા વર્ષ ૨૦૧૮ અને ૨૦૨૨મા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો.
દુનિયાભરના ૨૦૦થી વધુ રિસર્ચર્સ દ્વારા એકત્ર કરવામાં આવેલા ડેટાના આધારે તેને તૈયાર કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર ભારત દુનિયામાં આવકની અસમાનતાને લઈને પ્રથમ સ્થાન પર છે. સાથે દેશની ૪૦ ટકા સંપત્તિ પર માત્ર ૧ ટકા લોકોનો માલિકી હક છે. રિપોર્ટ પ્રમાણે અર્થશાસ્ત્રી જયતિ ઘોષ અને જાેસેફ સ્ટિગ્લિટ્ઝનો રિપોર્ટ જણાવે છે કે દેશમાં પ્રતિ વ્યક્તિ એવરેજ વાર્ષિક આવક આશરે ૬૨૦૦ યુરો (PPP) અને એવરેજ સંપત્તિ લગભગ ૨૮૦૦૦ યુરો(PPP) છે. આ આંકડા જણાવે છે કે સામાન્ય લોકોની આવક અને સંપત્તિ બંને ખૂબ સીમિત છે.
સાથે મહિલાઓની કાર્યોમાં ભાગીદારી પણ માત્ર ૧૫.૭ ટકા પર છે. છેલ્લા ૧૦ વર્ષમાં તેમાં કોઈ સુધાર થયો નથી. રિપોર્ટનું માનવું છે કે ભારતમાં આવક, સંપત્તિ અને જેન્ડર ત્રણેય જગ્યાઓ પર ઊંડી અસમાનતા છે.




