
આઈમેક્સમાં ‘અવતાર’ પહેલા ધ ઓડિસી પ્રોલોગનો અનુભવ થશ.ક્રિસ્ટોફર નોલનની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’નું નવું પોસ્ટર રિલીઝ.છ મિનિટનો પ્રલોગ જાેયો અને અને કહી શકીએ છીએ કે આ નોલનની બેસ્ટ ફિલ્મ સાબિત થશે : સોશિયલ મીડિયા યુઝર.વર્ષ ૨૦૨૩માં ‘ઓપનહાઈમર’થી ખળભળાટ મચાવનાર ક્રિસ્ટોફર નોલન હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ ‘ધ ઓડિસી’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ આગામી વર્ષે જુલાઈમાં રિલીઝ થશે. દર્શકો પણ ખૂબ આતુરતાથી રાહ જાેઈ રહ્યા છે. આ પહેલા દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલને ઉત્સુકતા થોડી વધારી દીધી છે. ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરી દીધું છે. આ સાથે જ પ્રોલોગ થકી સંબંધિત પ્લાન પર રસપ્રદ માહિતી આપી છે. ફિલ્મનું નવું પોસ્ટર ‘ધ ઓડિસી’ના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર ૧૮મી ડિસેમ્બરે રિલીઝ કરાયું છે. આ સાથે કેપ્શનમાં લખ્યું છે: ‘ક્રિસ્ટોફર નોલનની ફિલ્મ, જે સંપૂર્ણપણે ૈંસ્છઠ ફિલ્મ કેમેરાથી શૂટ કરી છે.’આગળ ફિલ્મના પ્રોલોગને લઈને માહિતી અપાઈ છે અને લખ્યું છે: ‘અવતાર:ફાયર એન્ડ એશ’થી પહેલા આઈમેક્સમાં ધ ઓડિસી પ્રોલોગનો અનુભવ કરો.ઉલ્લેખનીય છે કે, ‘ધ ઓડિસી’ની પ્રત્યે દર્શકોની રસરુચિમાં વૃદ્ધિ કરવા માટે ‘અવતાર: ફાયર એન્ડ એશ’થી પહેલા એક પ્રીવ્યુ તરીકે ક્રિસ્ટોફરની ફિલ્મનો છ મિનિટનો એક પ્રોલોગ દર્શાવવામાં આવ્યો છે.
આ હજુ પણ IMAX થિએટરમાં દર્શાવવામાં આવી રહ્યો છે, જેનાથી દર્શકોને નોલનના વિઝન અને ટેન્કિકલ એક્ઝિક્યુશનની ઝલક મળી રહી છે. ‘અવતાર:ફાયર એન્ડ એશ’ ૧૯ ડિસેમ્બરને શુક્રવારે થિયેટરોમાં રિલીઝ થઈ છે. ફિલ્મના પોસ્ટર પર નેટિજન્સના રિએક્શન આવી રહ્યા છે. મોટાભાગના લોકો પોતાની ઉત્સુકતા જાહેર કરી ચૂક્યા છે. એક યુઝરે લખ્યું કે, અમે પહેલાથી જ કહી રહ્યા છીએ કે આ માસ્ટરપીસ સાબિત થશે. કેટલાક યુઝર કહી રહ્યા છે કે આ ફિલ્મ તો બ્લોકબસ્ટર સાબિત થશે. એક અન્ય યુઝરે લખ્યું કે, છ મિનિટનો પ્રલોગ જાેયો અને અને કહી શકીએ છીએ કે આ નોલનની બેસ્ટ ફિલ્મ સાબિત થશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘ધ ઓડિસી’ ૧૭ જુલાઈ ૨૦૨૬એ થિયેટરોમાં રિલીઝ થશે.




