
સ્ટ્રેચર પર હોસ્પિટલ લઈ જવાયો.વિજય હજારે ટ્રોફીની મેચમાં રોહિત શર્માનો સાથી ખેલાડી ઈજાગ્રસ્ત.સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર કેચ પકડવાના પ્રયાસમાં અંગકૃષ રઘુવંશી ઈજાગ્રસ્ત થયો.વિજય હજારે ટ્રોફીમાં આજે મુંબઈ અને ઉત્તરાખંડની ટીમ વચ્ચે મેચ રમાઈ. જયપુરમાં રમાતી આ મેચમાં મોટી દુર્ઘટના થઈ હતી. સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં મુંબઈનો યુવા ક્રિકેટર અંગકૃષ રઘુવંશી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયો. જે બાદ તેને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં લઈ જવાયો હતો.
૨૧ વર્ષના અંગકૃષ રઘુવંશી બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. ત્યારે તનુષ કોટિયનની ઓવર દરમિયાન ઉત્તરાખંડના બેટર સૌરભ રાવતે સ્લોગ સ્લીપ રમવા પ્રયાસ કર્યો. જે બાદ અંગકૃષ કેચ પકડવા દોડ્યો અને પણ પ્રયાસ સફળ ન રહેતા જમીન પર પટકાયો. જે બાદ તે જમીન પર જ સૂઈ ગયો હતો.
સ્થિતિને જાેતાં મેડિકલ ટીમ તાત્કાલિક મેદાન પર પહોંચી અને સ્ટ્રેચર પર અંગકૃષને મેદાનની બહાર લઈ જવાયો. આજની મેચમાં અંગકૃષે ૨૦ બોલમાં ૧૧ રન ફટકાર્યા.
મુંબઈએ પહેલા બેટિંગ કરીને ૫૦ ઓવરમાં કુલ ૩૩૧ રન ફટકાર્યા હતા. આજની મેચમાં મુંબઈનો રોહિત શર્મા પહેલી જ બોલમાં આઉટ થઈ ગયો.




