
ક્રિકેટ ફિવરમાં રેલવે વિભાગનો માસ્ટર પ્લાન T20 વર્લ્ડ કપ ફાઇનલ માટે મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપરફાસ્ટ ટ્રેન દોડશે રેલવે વિભાગ દ્વારા ૭થી૯ માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રવિવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે T20 ક્રિકેટ વર્લ્ડ કપની ફાઈનલ મેચ રમાશે. આ મેચ જાેવા માટે સમગ્ર દેશમાંથી દર્શકો અમદાવાદ આવી પહોંચશે. ત્યારે દર્શકોને અમદાવાદ આવવા માટે ટ્રાન્સપોર્ટેશન અંગે કોઈ તકલીફ ના રહે તે માટે ભારતીય રેલવે વિભાગ દ્વારા માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.રેલવે વિભાગ દ્વારા ૭થી૯ માર્ચ સુધી મુંબઈ અને અમદાવાદ વચ્ચે સુપર ફાસ્ટ ટ્રેન દોડાવાશે.
તેજસ અને AC સુપરફાસ્ટ ટ્રેનોની સુવિધા મુસાફરોને આપવામાં આવશે. મુંબઈથી અમદાવાદ સુધીના રૂટ પર સુરત, વડોદરા અને વાપીમાં ટ્રેનના મહત્વના સ્ટોપેજ આપવામાં આવ્યા છે. ક્રિકેટના હાઈ ફિવર વચ્ચે ટ્રેનના મુસાફરો માટે ઓનલાઈન બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. સ્પેશિયલ ટ્રેન માટે રેલવે વિભાગ સ્પેશિયલ ભાડા પર સંચાલન કરશે. IRCTC ની વેબસાઇટ પરથી ટિકિટ ઓનલાઇન બુક કરાવી શકાશે.
૭ માર્ચના રાત્રે ૧૧.૪૫ વાગ્યે મુંબઈ સેન્ટ્રલથી સુપરફાસ્ટ તેજસ ટ્રેન ઉપડશે જે ૮ માર્ચના સવારે ૮.૩૦ વાગ્યે અમદાવાદ પહોંચશે.
૮ માર્ચના સવારે ૬.૨૦ કલાકે મુંબઈ સેન્ટ્રલથી છઝ્ર સુપરફાસ્ટ ટ્રેન ડિપાર્ચર થશે જે બપોરે ૧૨.૪૦ના અમદાવાદ પહોંચશે. ૯ માર્ચના અમદાવાદથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે છઝ્ર સુપરફાસ્ટ તેજસ સ્પેશિયલ ટ્રેનનું સંચાલન થશે. મુસાફરોને બોરીવલી, વાપી, સુરત, ભરૂચ અને વડોદરા સ્ટોપેજ મળશે.




