
આઈઆઈટી બોમ્બેના ટેકફેસ્ટમાં જમાવટ.અક્ષય ખન્નાનાં ટ્રેન્ડિંગ સોંગ પર હ્યુમનોઈડ રોબોટનો અદ્દલ ડાન્સ.અક્ષય ખન્ના જેવાં ડાન્સ મૂવ્ઝ પર નેટિઝન્સ ફિદા રોબોટિક્સની અપાર સંભાવનાઓનો ખ્યાલ મળ્યો.તાજેતરમાં આઈઆઈટી બોમ્બેમાં ચાલી રહેલા ટેકફેસ્ટમાં એક હ્યુમનોઈડ રોબોટે સૌ પ્રેક્ષકોના મન મોહી લીધાં હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જ્યાં રોબોટ એ તાજેતરમાં રીલિઝ ધુરંધર ફિલ્મના અક્ષય ખન્નાના ટ્રેન્ડિંગ ગીત પર નૃત્ય કરતો જાેવા મળી રહ્યો છે. રોબોટ ે કોઈ ડેમોન્સ્ટ્રેશન આપવાને બદલે મચ પર પ્રવેશ કરી અચાનક સૌ પ્રેક્ષકોને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતાં.
તેણે ટ્રેન્ડિંગ ગીત પર નાચવાનું ચાલુ કરતાં તેનો ટાઈમિંગ, તેના હાવભાવ અને રીધમ બધું જાણે એક માનવી આ ગીત પર નૃત્ય કરતો હોય તેવું જ લાગી રહ્યું હતું. આથી એઆઈ અને રોબોટિક્સના માધ્યમે આપણે કેટલી ગતિ કરી શક્યા છીએ તેનો ખ્યાલ આવે છે કે, આ રોબોટ આબેહૂબ અક્ષય ખન્નાની જેમ જ ડાન્સ કરતો જાેવા મળે છે. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ દોઢ લાખથી વધુુ લાઈક્સ અને હજારથી વધુ કમેન્ટ્સ મળી છે.આ અદ્દભુત ક્ષણ માત્ર પ્રોગ્રામિંગની નહોતી પરંતુ લોકો વાસ્તવિકતાએ કેટલાં ગતિશિલ અને ભાવનાત્મક જાેડાણ કરતાં થયા છે તેની પણ સાક્ષી પૂરતી હતી. રોબોટિક પ્રદર્શન અને માનબ રોબોટ (હ્યુમન-રોબોટ)ની આ ક્રિયાપ્રતિક્રિયાના ભવિષ્યને આ પર્ફાેર્મન્સ થકી નિહાળી શકાય તેમ છે.




