
ભયાનક વિસ્ફોટ, એક ભારતીયનું મોત ઓમાનના દરિયામાં ૨૧ ક્રૂ મેમ્બર લઈને જતા જહાજ પર ડ્રોન હુમલો ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
અમેરિકા-ઈઝરાયલે ઈરાન પર ડ્રોન અને મિસાઈલથી હુમલાઓ કર્યા બાદ મિડલ-ઈસ્ટમાં ભયાનક સ્થિતિ ઉભી થઈ ગઈ છે. ઓમાનના દરિયામાં ૧૬ ભારતીયો સહિત ૨૧ ક્રૂ મેમ્બર લઈને જતા તેલ ટેન્કર પર ડ્રોનથી હુમલો થયા બાદ ભયાનક વિસ્ફોટ થયો છે. ઘટનામાં એક ભારતીયનું મોત અને બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢી લેવાયા હોવાના અહેવાલ સામે આવ્યા છે.
ઓમાન સમુદ્રમાં મસ્કરથી દરિયાકાંઠેથી ૫૨ નોટિકલ મીલ દૂર માર્શલ દ્વિપના ઝંડાવાળા સ્દ્ભડ્ઢ વ્યોમ તેલ ટેન્કર પસાર થઈ રહ્યું છે. આ દરમિયાન અચાનક જહાજ પર બોમ્બથી લેસ ડ્રોનથી હુમલો થયો હતો, જેના કારણે જહાજમાં આગ લાગી ગઈ તેમજ એન્જિન રૂમમાં ભયાનક વિસ્ફોટ થયો હતો. આ જહાજમાં ૧૬ ભારતીયો સહિત ૨૧ ક્રૂ મેમ્બર સવાર હતા. ઘટનામાં એક ભારતીયનું મોત થયું છે, જ્યારે બાકીના મેમ્બરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
આ જહાજ ફારસની ખાડીના સાંકડા રસ્તામાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે સ્ટ્રેટ ઑફ હૉર્મુજ પાસે ડ્રોન હુમલો કરવામાં આવ્યો હતો. વૈશ્વિક તેલ વેપાર માટે આ રસ્તો ખૂબ જ મહત્ત્વનો છે. ઓમાન મેરીટાઈમ સિક્યોરિટી સેન્ટરે કહ્યું કે, જહાજ પરના ટેન્કરમાં લગભગ ૫૯,૪૬૩ મેટ્રિક કાર્ગો હતો. મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે આ હુમલો થયો હોવાનું મનાય છે.
ઈઝરાયલ અને અમેરિકા હાલ ઈરાન વિરુદ્ધ મોટા પ્રમાણમાં હવાઈ હુમલાઓ કરી રહ્યા છે. અમેરિકાના બી-૨ બોમ્બર ઈરાનના આકાશમાં ઈરાનની ધરતી પર ખુરદો બોલાવી રહ્યા છે, ત્યારે આ હુમલાનો જવાબ આપવા ઈરાનનો હૉર્મુજ જલડમરૂમધ્ય નજીકથી પસાર થતા જહાજાેને ધમકી આપી છે.




